Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદા જુદા સ્થળોએથી ૨૦ બુલેટ પકડી લેવાયાઃ
જામનગર તા. ૧૦: જામનગરના સાંકળા માર્ગાે પર ચિત્ર વિચિત્ર અવાજ કરતા સાયલેન્સર ફીટ કરાવી દોડાદોડ કરતા બુલેટ મોટરસાયકલ ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે ગઈકાલે ટ્રાફિક શાખાએ વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ ગોઠવી હતી. જેમાં ૨૦ બુલેટ મોટરસાયકલ ઝડપાઈ ગયા હતા. પોલીસની કાર્યવાહીના પગલે સીન જમાવતા બુલેટચાલકો ફફડી ઉઠ્યા છે.
જામનગર શહેરના કેટલાક માર્ગાે પર દિવસભર અને રાત્રિના સમયે પણ કેટલાક બુલેટ મોટરસાયકલના ચાલકો સાયલેન્સર ફાટી ગયું હોય તેવા કર્કશ અવાજ સાથે સ્પીડમાં દોડાદોડી કરી સીન જમાવતા હોવાની વિગતો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને મળતા તેઓએ આવા વાહનચાલકોને પકડી પાડવા ટ્રાફિક શાખાને સૂચના આપી હતી. જેના પગલે પીઆઈ એમ.બી. ગજ્જરના વડપણ હેઠળ પીએસઆઈ આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, બી.જે. તીરકર, આર.સી. જાડેજાના વડપણ હેઠળ ગઈકાલે ડ્રાઈવ ગોઠવાઈ હતી.
શહેરના બેડીનાકા, ગુલાબનગર, નૂરી ચોકડી, દરબારગઢ, દિગ્જામ સર્કલ, સાતરસ્તા, સુમેર કલબ રોડ, સમર્પણ સર્કલ, લાલપુર બાયપાસ વગેરે સ્થળોએ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં ચિત્ર વિચિત્ર અવાજવાળા ફીટ કરાયેલા સાયલેન્સર સહિતના અને ફેન્સી નંબર પ્લેટવાળા બુલેટ મોટર સાયકલને પકડવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં ૨૦ બુલેટ ઝડપાઈ જવા પામ્યા હતા.
પોલીસ દ્વારા આવા બુલેટ મોટરસાયકલને પકડવામાં આવતા હોવાની વાત ફેલાતા કેટલાક સીનરીયાઓએ ગલી, ખાચા પકડી લીધા હતા. આ કાર્યવાહી મોડીરાત સુધી ચાલુ રાખવામાં આવી હતી અને હજુ પણ આવા બાઈકચાલકોને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial