Advertisement
Author: નોબત સમાચાર

પાડોશીઓ ઝઘડા કરતા હોવાના કારણે કાલાવડમાં વૃદ્ધાએ કરી લીધી આત્મહત્યા

દસ પાડોશી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હોઃ

જામનગર તા. ૧૦: કાલાવડના આંબેડકરનગરમાં રહેતા એક મહિલાએ પાડોશીઓના ત્રાસથી કંટાળી જઈને ઝેરી પ્રવાહી પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજતા ચકચાર જાગી છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ પરથી દસ પાડોશી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ શહેરમાં પીડબલ્યુડી સર્કલ પાસે આંબેડકરનગરમાં રહેતા રામીબેન ઉગાભાઈ સોંદરવા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધાએ શનિવારે રાત્રે પોતાના ઘરે કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધુ હતું. જેની જાણ થતાં આ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ વૃદ્ધાનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. બનાવની તેમના પુત્ર પ્રફુલ્લભાઈ સોંદરવાએ પોલીસને જાણ કરી છે. તેઓએ પોલીસ સમક્ષ આપેલી કેફિયતમાં જણાવ્યા મુજબ પાડોશમાં જ રહેતા અમુભાઈ ચનાભાઈ સોલંકી સાથે દોઢેક વર્ષ પહેલાં રામીબેનના પરિવારને ઝઘડો થયો હતો. તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારપછી પાડોશીઓ વચ્ચે તણખા ઝરતા રહેતા હતા અને અમુભાઈના પરિવારના વ્યક્તિઓ અવારનવાર ઝઘડા કરી માથાકુટ કરી ત્રાસ આપતા હતા. તેથી કંટાળી ગયેલા રામીબેને શનિવારે પોતાના ઘરમાં કોઈ પ્રવાહી પી લીધુ હતું. પોલીસે તે કેફિયત પરથી પાડોશી અમુભાઈ તથા હંસાબેન અમુભાઈ સોલંકી, રેખાબેન અમુભાઈ, ગોવિંદ ચનાભાઈ, જયાબેન ગોવિંદભાઈ, વિનોદ અમુભાઈ, સોનલબેન વિનોદભાઈ, કિશોર અમુભાઈ, જયોતિબેન કિશોરભાઈ તથા વિરજીભાઈ ડાયાભાઈ સોંદરવા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh