Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતનું ઘરેલુ દેવું ડિસે. ર૦ર૩ માં ઓલટાઈમ હાઈ હતું
નવી દિલ્હી તા. ૧૦: ભારતનું ઘરેલુ દેવું ડિસેમ્બર ર૦ર૩ માં જીડીપીના ૪૦ ટકાની ઓલટાઈમ હાઈ સપાટીએ હતું, અને ભારતના અર્થતંત્ર પર ખતરો ઝળુંબી રહ્યો છે, તેવો દાવો કોંગ્રેસે કર્યો છે.
નાણા ક્ષેત્રની કોઈ ફાઈનાન્સિયલ સર્વિસીઝ કંપનીએ કરેલા રિસર્ચના તારણોને ટાંકીને એવો દાવો પણ કરાયો છે કે વર્ષ ર૦રર-ર૩ માં દેશના પરિવારોની ચોખ્ખી બચત ૪૭ વર્ષની સૌથી નીચલી સપાટીએ પહોંચીને જીડીપીના પ.૧ ટકા જ રહી ગઈ હતી. આ રિપોર્ટ ફેબ્રુઆરી-ર૦ર૪ માં પ્રકાશિત થયો હોવાનું જણાવી કોંગ્રેસે કહ્યું છે કે સ્થિર પગાર અને ઊંચા ફૂગાવા, બેકાબુ મોંઘવારીના કારણે કેટલાક પરિવારોને ગુજરાન ચલાવવા માટે પણ લોન લેવી પડી રહી છે. કોંગી નેતા જયરામ રમેશે કહ્યું છે કે, દેશનું અર્થતંત્ર ખતરામાં છે.
આરબીઆઈના અંદાજોને ટાંકીને થઈ રહેલી આ પ્રકારની ટિપ્પણીઓ-આલોચનાને રદિયો આપતા કેન્દ્રના નાણામંત્રાલયે કહ્યું છે કે લોકો મકાન, વાહનો કે સંપત્તિની ખરીદી માટે લોન લેતા હોય તો તે સારા ભવિષ્યના સંકેતો છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial