Advertisement
Author: નોબત સમાચાર

આયંબિલની ઓળી અને ધાર્મિક મહોત્સવ

સ્થાનકવાસી જૈન મોટા સંઘ દ્વારા

જામનગર તા. ૧૦: સ્થાનકવાસી જૈન મોટા સંઘ - જામનગરના આયોજન હેઠળ સંવત ર૦૮૦ ની ચૈત્ર માસની આયંબિલ ઓળીનો લાભ આપવા શ્રી ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સ્થવિર ગુરૂદેવ પ.પૂ. પ્રેમચંદજી મ.સા.ના શિષ્ય રત્ન ચારિત્રનિષ્ઠ, આગમ અર્ક, દર્શક, અનંત ઉપકારી બા.બ્ર.પ.પૂ. ગુરૂ ભગવંત શ્રી રાજેશમુની મ.સા. આદિઠાણા-ર શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ (ચાંદી બજાર)માં આવશે. સંઘના આંગણે આયંબિલની ઓળી તથા ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આયંબિલની ઓળી તા. ૧પ-૪ થી તા. ર૩-૪ સુધી યોજાશે. જેના લાભાર્થી અનુસૂયાબેન નવિનચંદ્ર શાહ છે.

ધાર્મિક મહોત્સવમાં સવારે ૬:૪પ થી ૭:૪પ શિબિર,  સવારે ૮ થી ૧ર પાંચ સામાયિકનું આયોજન, ૯:૧પ થી ૧૦:૧પ વ્યાખ્યાન, ૧૦:૩૦ થી ૧૧:૩૦ વાંચણી, બપોરે ૩ થી સાંજના પઃ૩૦ યુવા શિબિર (નવ દિવસ ત્રણ સામાયિક) તા. ૧૭- થી તા. ર૧-પ સુધી સ્થાનિક-બહારગામના ભાઈઓની શિબિર, તા. રર-પ થી તા. ૯-૬ સુધી સાધર્મિક ભક્તિ મહોત્સવ યોજાશે. જેના લાભાર્થી સંઘ માતા હેમલતાબા પરિવાર-જામનગર છે. આયંબિલ ઓળી તથા ધાર્મિક મહોત્સવનો બહોળી સંખ્યામાં લાભ લેવા સ્થાનકવાસી જૈન મોટા સંઘ કમિટી  દ્વારા સર્વેને અનુરોધ કરવામાં આવ્યો છે.ં

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh