Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોના સિટી એન્જિનિયરે નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકાના એન્જિનિયરને ધમકી આપી ખંડણી માંગવાના ગુન્હામાં વર્તમાન મહિલા નગરસેવકના પતિ અને પૂર્વ નગરસેવકે અદાલતમાં આગોતરા જામીન મેળવવા કરેલી અરજી નકારી કાઢવામાં આવી છે.
જામનગર મહાનગર ૫ાલિકાની કચેરીમાં ગઈ તા.૨૬ના દિને વોર્ડ નં.૧ના કોર્પોરેટર સમજુબેન પારીયાના પતિ અને પૂર્વ કોર્પોરેટર દીપુ વાલજીભાઈ પારીયા ઉર્ફે તેજસી આવ્યો હતો. તેણે સિટી એન્જિનિયર ભાવેશ જાનીની ઓફિસમાં જઈને કહ્યું હતું કે, વોર્ડ નં.૭ની ઈમ્પેક્ટ ફાઈલ મંજૂર કેમ કરતા નથી, તમારી સામે એટ્રોસિટીનો કેસ કરી હેરાન કરી નાખીશ અને તાજેતરમાં જ એક વકીલની હત્યા થઈ છે તેવી રીતે તમારી પણ હત્યા થશે, સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને રૂ. ૧ લાખ આપવા પડશે.
આ શખ્સની ધમકી સામે સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી ભીતિથી દીપુ પારીયાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજીની સામે સરકાર પક્ષ તરફથી હાજર ડીજીપી જમન ભંડેરી અને મૂળ ફરિયાદીના વકીલ તેમજ પૂર્વ ડીજીપી દિનેશભાઈ વિરાણી, મંગલ શાહ, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયાએ કરેલી દલીલો અને તપાસનીશ પોલીસ અધિકારીએ કરેલા સોગંદનામાને ધ્યાને લઈ અદાલતે આરોપી દીપુ પારીયાની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial