Advertisement
Author: નોબત સમાચાર

રહેવા આપેલું મકાન ખાલી ન કરાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોંધાવાઈ ફરિયાદ

શાંતિનગરમાં ફરિયાદીના માતાએ ખરીદ્યુ હતું મકાનઃ

જામનગર તા. ૧૦: જામનગરની પટેલકોલોનીના છેવાડે આવેલા શાંતિનગરમાં એક મકાન વર્ષાે પહેલાં રહેવા માટે અપાયા પછી તે મકાન ખાલી કરી આપવામાં આવતું ન હોવાથી તે મકાનના મૂળ માલિકના પુત્રએ પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ૫ી.એન. માર્ગ પર આવેલા ધન્વન્તરિ મેદાન સામેની તેજપ્રકાશ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા નામના વૃદ્ધના માતાએ પટેલકોલોનીની શેરી નં.૯ના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.૩માં ગીતા નિવાસ નામનું મકાન વર્ષાે પહેલાં ખરીદ્યુ હતું તે પછી ધર્મેન્દ્રસિંહને આ મકાન વારસામાં મર્ળ્યું હતું.

તે મકાન તખુભા જાડેજાને રહેવા માટે આપવામાં આવ્યા પછી વર્ષ ૨૦૨૨ના જુલાઈ મહિનામાં તે મકાનની જરૂર પડતા ધર્મેન્દ્રસિંહે મકાન ખાલી કરી આપવા માટે કહ્યું હોવા છતાં તખુભાના પુત્ર ઋષિરાજસિંહ તે મકાન ખાલી કરતા ન હોય, આખરે ધર્મેન્દ્રસિંહએ ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh