Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેરી જનાવર કરડી જતાં વૃદ્ધાનું મૃત્યુઃ
કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામમાં વસવાટ કરતા એક કોળી યુવાને સોમવારે સાંજે પોતાના ઘરમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે નાવદ્રા ગામના એક વૃદ્ધાને કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામના વિજયભાઈ નાનજીભાઈ વાઘેલા (ઉ.વ.રર) નામના કોળી યુવાને સોમવારે સાંજે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામના વતની આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની સંગીતાબેને પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં રહેતા કડવીબેન ભોલાભાઈ ડુવા (ઉ.વ.૬૦) નામના આહિર વૃદ્ધા સોમવારે સવારે છએક વાગ્યે પોતાના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તેમના હાથમાં સર્પ કે તેવું કોઈ ઝેરી જનાવર કરડી જતાં આ વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું પુત્ર માલદેભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial