Advertisement
Author: નોબત સમાચાર

ઘરેથી પૈસા લઈ આવવાનું કહી પતિ સહિતના સાસરિયાએ ત્રાસ આપ્યો

પતિ, સાસુ, સસરા સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ

જામનગર તા. ૧૦: જામનગરના એક યુવતીના નિકાહ દસેક મહિના પહેલાં થયા પછી પતિ, સાસુ, સસરાએ તેણીને મેણાટોણા મારી પિયરેથી પૈસા લઈ આવવાની માગણી મૂકતા પિયર પરત ફરેલા આ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ઘાંચીવાડમાં રહેતા સોફીયાબેન સલીમભાઈ માડકીયાના નિકાહ ગયા મે મહિનામાં ખોજાનાકા પાસે મસ્જિદ નજીક રહેતા આદીલ હમીરકા સાથે થયા પછી બે મહિનામાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ પરિણીતાને પતિ તેમજ સસરા યુસુફભાઈ, સાસુ રૂકીયાબેન હમીરકાએ નાની વાતમાં મેણાટોણા મારી માવતરેથી પૈસા લઈ આવવાની માગણી શરૂ કરી હતી. ગાળો ભાંડી મારકૂટ કરાતા હાલમાં પિયર પરત ફરેલા સોફીયાબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪, દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh