Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં
ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ઈવીએમ-વીવીપેટ વેરહાઉસમાં સંગ્રહીત ઈવીએમ-વીવીપેટ મશીનોનું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ સંદર્ભે સોફ્ટવેર મારફત ઈવીએમ-વીીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન ઈએમએસ સોફ્ટવેર મારફત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું. ત્યારપછી રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝ્ડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મતવિભાગવાર યાદીઓ મુજબ ૧ર-જામનગર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકાના ૮૧-ખંભાળિયા અને ૮ર-દ્વારકા વિધાનસભા મતવિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓને ઈવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી.
ઈવીએમ-વીવીપેટના ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પછી રેન્ડમાઈઝ્ડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચના અનુસાર ૮૧-ખંભાળિયા અને ૮ર-દ્વારકા વિધાનસભા મતવિભાગોને ફાળવવામાં આવેલા ઈવીએમ-વીવીપેટ મશીનોને બંધ બોડીના વાહનમાં સુરક્ષિત વહન સશસ્ત્ર પોલીસ દળો સાથે કરવામાં આવેલા અને વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત સંગ્રહ કરવામાં આવ્યા છે. ઈવીએમ-વીવીપેટ વહન કરતા વાહનનું ટ્રેકિંગ અને મોનિટરીંગ વીટીએસ એપીપી મારફત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત આ ઈવીએમ-વીવીપેટ મશીનોનો ઉપયોગ આગામી લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી-ર૦ર૪ માં મતદાન માટે કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial