Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧.૦૮ લાખ ચો. ફૂટ મોકાની જગ્યાનું વાર્ષિક ભાડુ માત્ર ૪૦ લાખ હોય ?
જામનગર તા. ૧૦: જામનગરમાં ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ એકેડેમી-જામનગર વાળી મિલકત ભાડે આપવા સામે વાંધા રજુ થયા છે અને તે મિલકતનો કબ્જો સંઘ દ્વારા પરત સંભાળી લેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જામનગરમાં વસવાટ કરતા હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિના ર૦૦ થી વધુ લોકોએ સહી કરેલ પત્ર ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ- જામનગરને પાઠવી રજુઆત અને માંગણી કરી છે કે ટ્રસ્ટની જગ્યા ભાડેથી આપવામાં આવી છે તે બિલકુલ યોગ્ય નથી આથી આ મિલકતનો કબજો પરત મેળવી લેવો જોઈએ.
જ્ઞાતિના દાતાઓ પાસેથી દાન મેળવીને ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘમાં અનેક ઈમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેની જતન કરવાની જવાબદારી આપણા સૌ કોઈની છે. આવી મિલકતો ભાડે અપાય નહીં.
શહેરમાં એરોડ્રામ માર્ગે આવેલ વિશાળ જગ્યા ઓશવાળ સેન્ટર તરીકે ઓળખાઈ છે, તે ઓશવાળ એજ્યુકેશન એન્ડ રીલીફ બોર્ડ - કેન્યા દ્વારા ૯૯ વર્ષના પટે એક રૂપિયાના ટોકન ભાડાથી ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘને આપવામાં આવી હતી.
આમ ઓશવાળ ઈંગ્લીશ એકેડેમીવાળી જગ્યાની માલિકી ઓશવાળ એજ્યુકેશન એન્ડ રિલીફ બોર્ડ કેન્યાની છે.
ઓશવાળ ઈંગ્લીશ એકેડેમી જગ્યાનું ક્ષેત્રફળ ૧૦૮૦૦૦ ચો.ફૂટથી વધુ છે તે જગ્યા વાર્ષિક રૂ. ૪૦ લાખથી ભાડે આપવાનું નક્કી કરાયું છે. ભાડે રાખનારે અહીં રીનોવેશનનું કામ પણ શરૂ કરી નાખ્યું છે.
હકીકતે કોઈ પણ સ્લમ વિસ્તાર, માસિક ભાડુ, પ્રતિ ચોરસ ફૂટ ૧ર રૂપિયા હોય છે. આથી આ જગ્યાનું વાર્ષિક ભાડુ રૂ. ૧ કરોડ પપ લાખ પર હજાર જેટલું થાય છે પરંતુ આપણી સંસ્થાએ માત્ર ૪૦ લાખમાં જગ્યા ભાડે આપી દીધી છે. આથી આ ભાડા બાબતે અમોને સખત વાંધો છે અને અમને વિરોધ છે.
જામનગરમાં અન્ય ટ્રસ્ટ સંચાલિત ઓશવાળ હોસ્પિટલ કાર્યરત છે. તેનું ક્ષેત્રફળ માત્ર ૭પ૦૦ ફૂટ છે. છતાં તેનું ભાડું રૂપિયા ૧૦ લાખ છે.
આ મિલકત ૧પ વર્ષ માટે ભાડે આપવામાં આવી છે. તમારા હોદાની મુદ્દત પણ ૧પ વર્ષની છે આમ આપના હોદ્દાની મુદ્દત કરતા વધુ સમય માટેનો નિર્ણય લેવાની સત્તા નથી.
તઓએ નિયમથી ઉપરવટ જઈને મિલકત ભાડે આપવાનો નિર્ણય કર્યો છે જે વ્યાજબી નથી.
થોડા સમય પહેલા સ્કૂલ ભાડે આપવા માટેની જાહેરાત વર્તમાનપત્રમાં આપવામાં આવી હતી. આ તમામ બાબતથી સ્પષ્ટ થાય છે કે આપણી સંસ્થા શાળા ચલાવવા માટે સક્ષમ નથી. હકીકતે સીધી આપણે જ ફેન્ચાઈઝી લેવી જોઈએ. આ માટે સંઘ સક્ષમ છે. આ સંઘ ૧૯૭ર થી ચાલે છે જ્યારે તમો તાજેતરમાં હોદ્દેદારો બન્યા છો. મળતી માહિતી મુજબ આ નવી શાળા પાસે મંજુરી પણ નથી. છતાં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી શા માટે ?
જો ફ્રેન્ચાઈઝી મેળવીને સ્કૂલ ચલાવવી ન હોય તો નવું બાંધકામ કરવું જોઈએ અને વધારાના રૂમ બનાવી ભાડાની આવક વધારવી જોઈએ.
દાતાઓની તકતીઓ કાઢી નાખવામાં આવી હોવાનું પણ જાળવા મળે છે. મિલકતો ભાડે આપ્યા પછી ખાલી થતી નથી છતાં અહિં ભાડે આપવામાં આવી છે જેની કોઈ રકમ સંસ્થાના બેન્ક ખાતામાં જમા થઈ નથી.
ઓશવાળ ઈંગ્લીશ એકેડેમીની દીવાલ ઉપર ઓશવાળ ધી વેદાન્ત ઈન્ટરનેશનલ સ્કૂલના એડમિશનના બોર્ડ લાગ્યા છે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી મળતી માહિતી મુજબ આવી કોઈ સ્કૂલને મંજુરી જ મળી નથી.
આમ આવી કોઈ પણ મિલકત ભાડે આપવી જોઈએ નહીં. આથી મિકલતનો કબ્જો પરત મેળવી લેવો જોઈએ, અન્યથા જાહેર સભા કરવામાં આવશે. યૂ-ટયુબ ઉપર લાઈવ કરાશે, ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન થશે તેવી પણ ચિમકી અપાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial