Advertisement
Author: નોબત સમાચાર

રાવલસરમાં આવેલા બંગલાના વેચાણ સામે કરાયેલો દાવો નામંજૂર કરતી કોર્ટ

નગરના જાણીતા વસંત પરિવારના બંગલાનો મામલોઃ

જામનગર તા. ૧૦: જામનગરના જાણીતા એવા વસંત પરિવારના રાવલસર ગામમાં આવેલા બંગલા માટે હાલમાં મુંબઈમાં રહેતા એક પરિવારજને કોર્ટમાં દાવો કર્યાે હતો અને તે બંગલાના વેચાણ સામે વચગાળાના મનાઈહુકમની માગણી કરી હતી. દાવા અન્વયે થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે તે દાવો રદ્દ કર્યાે છે.

જામનગર તાલુકાના રાવલસર ગામમાં આવેલી રે.સ.નં.૮૧, ૮૫, ૮૬ વાળી જમીન જે તે વખતે શરદભાઈ કલ્યાણજી વસંત, મહેશ કલ્યાણજી, વિનોદરાય કલ્યાણજી વસંતના નામથી ખરીદવામાં આવ્યા પછી તેના પર બંગલો બનાવવામાં આવ્યો હતો. તે પછી શરદ વસંત દ્વારા જામનગરની કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે બંગલામાં તેમનો અવિભાજીત હિસ્સો છે અને મહેશભાઈ કે સ્વ. વિનોદરાયના વારસોને તેનું વેચાણ કરવાનો હક્ક નથી.

આ માટે તેઓએ વચગાળાના મનાઈહુકમની પણ માગણી કરી હતી. તેની સામે સ્વ. વિનોદરાયના વારસોએ દાવો રિજેક્ટ કરવા અરજી કરી હતી. જ્યારે પ્રતિવાદી મહેશભાઈના વકીલોએ જણાવ્યું હતું કે, શરદભાઈએ તેમનો હિસ્સો વેચી નાખ્યો છે. તેથી તેઓને દાવો દાખલ કરવાનું કોઈ કારણ રહેતું નથી.

ઉપરોક્ત દાવા અન્વયે તમામ પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે ઠરાવ્યું હતું કે, વાદીએ અગત્યની હકીકત છુપાવીને દાવો કર્યાે છે. તેઓએ પોતાનો અવિભાજય હિસ્સો વેચી નાખ્યો છે તે પછી વાદીનો કોઈ હક્ક તથા હિસ્સો રહ્યો નથી. આથી વાદીનો દાવો નામંજૂર કરવામાં આવે છે. કોર્ટના પ્રોસેસનો ગેરલાભ લેવાનો વાદીએ પ્રયત્ન કર્યાે હોય. તેઓએ જામનગર ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને એક મહિનામાં રૂ. ૧૦ હજાર ખર્ચ પેટે જમા કરાવવાના રહેશે. પ્રતિવાદી મહેશભાઈ તરફથી વકીલ અનિલ કોઠારી, રવિન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલા અને સ્વ. વિનોદરાયના વારસો તરફથી વકીલ મયુર એમ. મહેતા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh