Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણી માટે મતદાતા જાગૃતિ હેઠળ
જામનગર તા. ૧૦: લોકસભા ચૂંટણી ર૦ર૪ હેઠળ જામનગરમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ અંતર્ગત દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાઈ હતી.
દેશભરમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લાના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા માટે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લાના દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉત્સાહૃભેર ઉપયોગ કરી ૧૦૦ ટકા મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી કરવા દિવ્યાંગ મતદાર જાગૃતિ અંતર્ગત ગત્ તા. ૭-૪-ર૦ર૪ ને રવિવારના સાંજના ૪ થી ૬ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાની સૂચના અને જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ, નોડલ ઓફિસર બી.એન. વીડજાના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં વધુમાં વધુ દિવ્યાંગ મતદારોનું મતદાન થાય તે માટે અસ્થિવિષક, અંધજન, શ્રવણમંદ, મનોદિવ્યાંગ સહિતની કેટેગરીના મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી દિવ્યાંગ મતદારોને લોકશાહીના મહાપ્રવમાં જોડવા અંગેની ગાઈડલાઈનથી માહિતગાર કરવા, ૧૦૦ ટકા મતદાન કરવા શપથ લેવડાવવા, સંકલ્પ પત્ર ભરવા સહિતનો દિવ્યાંગ મતદાન માટે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ જિલા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર અને સ્વીપ આસીસ્ટન્ટ નોડલ ઓફિસર સી.એમ. મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય ચૂંટણીની દિવ્યાંગ મતદારો સંબંધી ગાઈડલાઈન સહિતની વિગતો તેમજ સક્ષમ એપ, ડાઉનલોડ કરવા, દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે દિવ્યાંગ મતદારોનો ઉત્સાહ વધારવા, ખાસ વિસ્તૃત માહિતીસભર પ્રવચન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મહર્ષિ અષ્ટાવક વિવિધલક્ષી વિક્લાંગ સ્વરોજગાર સહકારી મંડળી લિ. જામનગરના પ્રમુખ કિરણસિંહ સોલંકી, અતિથિવિશેષ પદે દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિના પ્રમુખ પફુલ્લાબેન મંગે, મનોદિવ્યાંગના વાલી પ્રતિનિધિ પુષ્પાબેન વોરા, અંધજન પ્રતિનિધિ પ્રેમજીભાઈ વાઘેલા, શ્રવણમંદના પ્રતિનિધિ ગોદાવરીબેન કટારમલ સહિતના બહોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ-બહેનો, વાલીઓ ઉપસ્થિત રહી ઉત્સાહભેર સહભાગી થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial