Advertisement
Author: નોબત સમાચાર

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ દ્વારા કરાયેલા આઈઈડી બ્લાસ્ટમાં બે જવાન થયા શહીદઃ ૪ ગંભીર

બુધવારે સુરક્ષાદળોએ ૧ર નક્સલીેને ઊડાવ્યા હતાં:

બીજાપુર તા. ૧૮: છત્તીસગઢમાં નક્સલીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટમાં ર જવાન શહીદ થયા છે અને ચારની હાલત ગંભીર છે, તેઓને એરલિફ્ટ કરાયા હોવાનું જાણવા મળે છે.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા એક મોટો આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ આઈઈડી બ્લાસ્ટમાં સુરક્ષા દળના બે જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે ચાર જવાન ઘાયલ છે. ઘાયલ જવાનોને એરલિફ્ટ દ્વારા રાયપુર લઈ ગયા છે.

નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલોમાં કર્યું છે. જણાવાઈ રહ્યું છે કે ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો છે.

છત્તીસગઢમાં નક્સલીઓ વિરૂદ્ધ સુરક્ષા દળનું અભિયાન સતત ચાલુ છે. આ અભિયાન હેઠળ એક દિવસ પહેલા બુધવારે સુરક્ષા દળે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સીમાવતી વિસ્તારમાં અથડામણમાં ૧ર નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાં બે જવાન સતિશ પાટીલ, શંકર પોટાવી ઘાયલ થયા છે. ઘટના મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના જારાવંડી વિસ્તારના છિંદવેદી વિસ્તારની છે.અથડામણ લગભગ છ કલાક સુધી ચાલી. ઘટના સ્થળેથી એકે-૪૭ સહિત સાત સ્વચાલિત શસ્ત્રો જપ્ત થયા. ઘાયલ જવાનોને નાગપુરમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેઓ જોખમથી બહાર છે.

ગઢચિરોલીના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ ૧૦ વાગે નક્સલીઓની હાજરીની માહિતી પર અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં સી-૬૦ કમાન્ડો ટીમને વંડોલી ગામમાં છત્તીસગઢ સરહદની પાસે મોકલવામાં આવી. નદી-નાળાને પાર કરીને જવાન ત્યાં પહોંચ્યા તો નક્સલીઓએ ફાયરીંગ શરૂ કરી દીધું. છ કલાક ચાલેલી અથડામણમાં ૧ર નક્સલીઓને ઠાર મારી દેવાયા. ઘટના સ્થળેથી ત્રણ એકે-૪૭, બે ઈન્સાસ રાઈફલ, એક એસએલઆર સહિત સાત સ્વચલિન હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

માર્યા ગયેલા નક્સલીઓમાં ટિપાગડ દલમના પ્રભારી ડીવીસીએમ લક્ષ્મણ અત્રામ ઉર્ફે દિશાલ અત્રામની ઓળખ થઈ છે. અન્ય નક્સલીઓની ઓળખ અને વિસ્તારનું સર્ચિંગ ચાલુ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સફળ અભિયાન માટે સી-૬૦ કમાન્ડો અને ગઢચિરોલી પોલીસ માટે પ૧ લાખ રૂપિયાની રોકડ ઈનામ જાહેર કર્યું છે. ગઢચિરોલીમાં આ પહેલા ૧૯ માર્ચે ચાર અને ૧૩ મે એ ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh