Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય દિવ્યેશ અકબરીના અધ્યક્ષસ્થાને
જામનગર તા. ૧૮: રાજ્યમાં વધી રહેલ ચાંદીપુરાના કેસ ઉપરાંત જામનગરમાં નોંધાતા કોલેરા જેવા રોગચાળા મુદ્દે આજે ધારાસભ્યએ તાકિદની બેઠક બોલાવી હતી. જામનગર જિલ્લામાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ઉપરાંત જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો પણ વકર્યો છે.
જ્યારે આ સ્થિતિને અંકુશમાં લેવા માટે જરૂરી કામગીરી કરવા સંબંધિત તંત્રને સૂચનો આપવામાં આવી છે.
આજે જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના અધ્યક્ષસ્થાને જામનગર મહાનગર સ્ટેન્ડીંગ કમિટી હોલમાં બેઠક યોજાઈ હતી જેમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, કોર્પોરેટર કેશુભાઈ માડમ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી સોલીડ વેસ્ટ, આરોગ્ય વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
રોગચાળો અટકાવવા માટે જરૂરી પગલા લેવા ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને સઘન સફાઈ, કલોરીન યુકત પાણી વિતરણ, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે બાબતે સૂચના અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial