Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતના કામ કરતી ભૂમિ કન્સ્ટ્રકશન પાર્ટી બ્લેક લિસ્ટ

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં

જામનગર તા. ૧૮: જામનગર જિલ્લા પંચાયતની સામાનય સભા જિ.પં. પ્રમુખ મઢબેન ગરસરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ ખાસ હાજર રહ્યા હતાં.

આજની સભામાં જિલ્લા પંચાયતના કામોની એજન્સી ભૂમિ કન્સ્ટ્રક્શન નામની પાર્ટીને બ્લેક લિસ્ટ કરી તેનો કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય ઠરાવોમાં સિંચાઈ વિભાગના સ્વભંડોળ કામોની રીવાઈઝ્ડ મંજુરી મેળવવા, સ્ટેમ્પ ડ્યુટીની ર૦રર-ર૩ ની બચત રકમ, ર૦ર૩-ર૪ માં ફાળવેલી રકમમાંથી રર-ર૩ ના સૈદ્ધાંતિક મંજુરી કરેલા કામો માટે ખર્ચ કરવા તથા બચત રહેલ તમામ રકમને ર૦ર૪-રપ ના બજેટમાં વધારો કરવા અને જોગવાઈ મુજબ ખર્ચ કરવાના ઠરાવો મંજુર થયા હતાં.

આ જ રીતે રેતી રોયલ્ટીના કામોમાં રર-ર૩ ની બચત રકમ તથા ર૩-ર૪ માં મળેલ ગ્રાન્ટની રકમમાંથી કામોના આયોજન મંજુર કરવા, વર્ષ ર૦ર૪-રપ ના બજેટમાં જોગવાઈનો વધારો કરવા તથા જોગવાઈ મુજબ ખર્ચ કરવાની મંજુરી અંગેનો ઠરાવ થયો હતો.

૧પ મા નાણા પંચના જિલ્લા કક્ષાના કામો માટે કામમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયત પ્રમુખને આપવાનો ઠરાવ પણ થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh