Advertisement
Author: નોબત સમાચાર

આણંદપર પાસે પરપ્રાંતીયને બાઈક સાથે હડફેટે લઈ બોલેરો પલાયન

ઈજાગ્રસ્તનું મૃત્યુઃ હિટ એન્ડ રનના બનાવની તપાસ શરૃઃ

જામનગર તા. ૧૮: કાલાવડના આણંદપર ગામમાં આવેલા ઓટો પાર્ટના એક કારખાનામાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વતની યુવાનને ગઈકાલે રાત્રે આણંદપર ગામ પાસે એક અજાણી બોલેરોએ ઠોકર મારીને પછાડ્યા પછી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરોચાલક સામે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના આણંદ પર ગામમાં આવેલા કિસાન ઓટો પાર્ટ નામના કારખાનામાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના ઝરીજામની તાલુકાના અડેગાંવના વતની પ્રશાંતભાઈ દેવરાયભાઈ ધોતે નામના યુવાન ગઈકાલે સાંજે આઠેક વાગ્યે જીજે-૩-એમસી ૩૯૧૬ નંબરના મોટરસાયકલ માં કાલાવડથી મેટોડા જીઆઈડીસી જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે આણંદપર ગામમાં ખોડિયાર હાર્ડવેર નામની દુકાન પાસેથી પસાર થતા હતા ત્યારે એક અજાણી બોલેરો પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરી પ્રશાંતભાઈના બાઈક સાથે અકસ્માત સર્જતા રોડ પર પછડાયેલા આ યુવાનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ થયું છે.

અકસ્માતની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે મૃતક પ્રશાંતભાઈના પત્ની સવિતાબેન ધોતેની ફરિયાદ પરથી બોલેરો વાહનના ચાલક સામે બીએનએસની કલમો તથા એમવી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh