Advertisement
Author: નોબત સમાચાર

નીટ પેપરલીક કેસમાં સીબીઆઈએ પટણા એઈમ્સના ચાર ડોક્ટરોની કરી ધરપકડ

આજની સર્વોચ્ચ અદાલતની સુનવાણી પહેલા મોટી સફળતાઃ

પટણા તા. ૧૮: આજે સુપ્રિમ  કોર્ટમાં નીટના મુદ્દે નિર્ણાયક સુનાવણી થાય, તે પહેલા જ સીબીઆઈને મોટી સફળતા મળી છે. અહેવાલો મુજબ સીબીઆઈએ પટણા એઈમ્સના ત્રણ ડોક્ટરોની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે.

નીટ પેપર લીક મામલે સુપ્રિમ કોર્ટમાં આજે નિર્ણાયક સુનાવણી પહેલા સીબીઆઈને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં કેન્દ્રિય તપાસ એજન્સીએ પટણા એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે.

સીબીઆઈ આ ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે અને ત્રણેય ડોક્ટરો ર૦ર૧ બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ચાર ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેટપોટ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે. જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

મંગળવારે (૧૬ મી જુલાઈ) સીબીઆઈએ નીટ પેપર લીક કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પટણામાંથી પંકજ કુમાર અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુસિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. પંકજ પર હજારીબાગમાં એક ટ્રકમાંથી કાગળ ચોરી કરીને આગળ વહેંચવાનો આરોપ છે. રાજુસિંહે લોકોને આગળ પેપર વિતરણ કરવામાં મદદ કરી હતી.

નીટ પેપર લીકનો માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા હજુ પણ ફરાર છે. મુખિયા પેપર લીક કરવામાં સૌથી મોટો માફિયા છે. બિહાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેપર લીક માફિયાઓ સાથે સંજીવ મુખિયાની સાંઠગાંઠ છે. મુખિયાએ ઘણાં પેપર લીક કરાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh