Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેસ્ક્યૂ ટીમોએ ૩૦ લોકોને બચાવી લીધા
બેઈજીંગ તા. ૧૮: ચીનના ઝિગોંગ શહેરમાં શોપિંગ મોલમાં ભીષણ આગથી ૧૬ લોકોના મૃત્યુ થયા છે અનેક લોકો બિલ્ડીંગની અંદર પણ ફસાઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ચીનમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિંગોગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૬ લોકોના મોત થયા હતાં. ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં ૧૪ માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્ડીંગની અંદર પણ ફસાઈ ગયા હતાં. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાતો હતો.
આગની માહિતી મળતાની સાથે જ ૩૦૦ ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર ફાયટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતાં. ઈમરજન્સી વર્કર્સે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને લગભગ ૩૦ લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતાં. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ બાંધકામનું કામ હતું. જેના કારણે સ્પાર્ક થતા આગ ફાળી નીકળી હતી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શકય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ અકસ્માતમાંથી બોધપાઠ શીખો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં ઈમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઈમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial