Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ જો-બાઈડનને કોરોના થતા આઈસોલેશનમાં: ચૂંટણી પ્રચારને બ્રેક

બાઈડન મેદાન છોડે તો કમલા હેરિસ બની શકે ઉમેદવાર

વોશિંગ્ટન તા. ૧૮: અમેરિકાના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ટ્રમ્પ પર તાજેતરમાં ગોળીબાર થયા પછી હવે વર્તમાન રાષ્ટ્રપતિ અને ઉમેદવાર જો-બાઈડનને કોરોના થતાં તેના ચૂંટણી પ્રચારને થોડી બ્રેક લાગશે, પરંતુ તેઓ ઓફિસનું કામ ઘરેથી ચાલુ રાખશે.

જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાન પર થોડી બ્રેક લાગી છે. વ્હાઈટ હાઉસ પ્રવક્તાએ આ અંગેની જાણકારી આપી છે. લાસવેગાસમાં પોતાના પ્રથમ કાર્યક્રમ પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ડેલાવેયર પરત આવશે અને પોતે આઈસોલેશનમાં જ કામ કરશે અને તમામ પ્રકારના નિયમોનું પાલન કરશે. આ અંગેની તમામ જાણકારી વ્હાઈટ હાઉસ નિયમિત અપડેટ આપશે.

જો બાઈડન આઈસોલેશન દરમિયાન ઓફિસના તમાક કામ ચાલુ રાખશે. એક સંગઠને જણાવ્યું કે જો બાઈડન કોરોનાગ્રસ્ત હોવાથી એક નક્કી કાર્યક્રમમાં સંબોધિત નહીં કરી શકે. બાઈડન કોરોના પોઝિટિવ આવતા ચૂંટણી અભિયાન પર અસર થઈ શકે છે, પરંતુ તેઓ 'વર્ક ફ્રોમ હોમ' ચાલુ રાખે, તેવા સંકેતો આપ્યા છે.

ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. ગત્ તરણ દિવસ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા પછી તેઓને ઘણું સમર્થન મળી રહ્યું છે. આવામાં બાઈડન વધુને વધુ પાછળ ધકેલાઈ શકે છે, જ્યારે બુધવારે બાઈડને એક ઈન્ટરવ્યૂમાં પૂછાયું કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી રેસમાંથી બહાર હશે તો તેમને કહ્યું કે કોઈ તબીબ જો મને મારી મેડિકલ કંડિશન વિશે કહેશે તો હું રાષ્ટ્રપતિ ચૂંટણીની બહાર થવા વિશે વિચાર કરીશ. તેઓના આ નિવેદનથી આખા અમેરિકામાં ચકચાર મચી ગઈ છે.

આ અગાઉ એક સંસ્થાના વાર્ષિક સંમેલનમાં સંબોધિત કરતા જો બાઈડને જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને યુએસના રાષ્ટ્રપતિ થઈ શકે છે, જો કે બાઈડને ભીડને કહ્યું તે તેઓ પોતાના બીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસની કાર્યયોજના પહેલેથી બનાવી લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh