Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મરીન નેશનલ પાર્કમાં ચરાવવાની છૂટ આપવી જરૂરી
જામનગર તા. ૧૮: હાલારમાં ચરિયાણની સમસ્યાના કારણે હાલારમાંથી ઊંટ ધારકો કચ્છ તરફ હીઝરત કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. હાલારના પાંચ પશુપાલકો પોતાના ર૪૭ ઊંટ સાથે કચ્છમાં પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.
હાલારમાં મસમોટા ઉદ્યોગો ઉપરાંત નાના ઉદ્યોગોના કારણે ઊંટનો ચરીણા માટેનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ખાસ કરીને ચોમાસામાં ઊંટધારકોને ચરિયાણ માટે કચ્છ તરફ હીઝરત કરવી પડે છે. જો ખારાઈ ઊંટો માટે ચરીણાની છૂટ અને ડેરી ઉદ્યોગ શરૂ કરવામાં આવે તો ચોમાસામાં હીઝરત કરવાની જરૂર રહે નહીં.
ખારાઈ ઊંટની પ્રજાતિ લાંબા સમય સુધી દરિયાઈ વનસ્પતિ ન થાય તો તે બીમાર પડી શકે છે. આથી જામનગર-દ્વારકાના મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં ઊંટો ખોરાકની શોધમાં ભટકતા જોવા મળે છે, પરંતુ મરીન નેશનલ પાર્કમાં ચરિયાણની મનાઈ હોવાથી ઊંટ-પશુપાલકોની મુશ્કેલી વધી રહી છે. આમ ફરજિયાત તેમને ચોમાસામાં હીઝરત કરવાની ફરજ પડે છે.
૧ર ઊંટ, તથા જામનગર જિલ્લાના લાલપુરના હરિપર ગામના દુદાભાઈના ૭૦ અને સાજણ હમીરભાઈના પ૦ કુલ પાંચ પશુપાલકો ર૪૭ ઊંટ સાથે કચ્છ પહોંચ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામના જેઠાભાઈ રબારીના ૭૦, કજુરડા ગામના જેઠાભાઈ સુરાભાઈના ૪પ ઊંટ, દાત્રાણા ગામના ભીખાભાઈ સુરાભાઈના ચરિયાણની વ્યવસ્થાના અભાવે ચોમાસામાં ઊંટ સાથે હીઝરત કરવી પડે છે. જો ચરિયાણ, ડેરી ઉદ્યોગની સેવા મળે તો ઊંટની હીઝરત કરવી પડે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial