Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યમંત્રીના હસ્તે આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર માટે શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત

બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયામાં હંગામી આવાસ

ગાંધીનગર તા. ૧૮: ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાની શ્રમિક બસેરા યોજનાની સતર સાઈટોનું જગતપુરથી પ્રતિકાત્મક ખાતમુહૂર્ત કરશે. શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે ભાડાના હંગામી આવાસ અપાશે. આજે મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ થશે.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આજે જગતપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની કુલ સતર સાઈટોનું પ્રતિકાત્મક ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ ખાતતમુહૂર્તના પ્રસંગે મુખ્યમંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, અમદાવાદમાં બાંધકામ શ્રમિકોને સંબોધન કરશે.

ગુજરાત સરકારના મંત્રી (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ, તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર) શ્રી બલવંતસિંહ રાજપૂત, અધિક મુખ્ય સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ડો. અંજુ શર્મા, શ્રમ આયુકત, અનુપમ આનંદ નિયામક, રોજગાર અને તાલીમ પણ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

શ્રમિક બસેરા યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ટ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના પ્રીફેબ્રિકેટેડ આવાસો મહિને ફકત પાંચ રૂપિયાના ટોકન દરે પ્રતિદિન પ્રતિશ્રમિક આપવામાં આવશે. આ સમગ્ર યોજનાના પારદર્શી વહીવટ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું પણ સાથેસાથે લોન્ચિંગ કરવામાં આવનાર છે. આ પોર્ટલના માધ્યમથી કેન્દ્રીયકૃત રીતે શ્રમિકોને આવાસની જગ્યાની ફાળવણી કરવામાં આવશે.

શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓની જીવનસ્તરમાં વધારો થાય તે હેતુથી શહેરી સત્તામંડળ તેમજ ગિફટસિટી દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને ઉપલબ્ધ કરાવેલ જમીનો પર હંગામી આવાસોનું બાંધકામ કરી શ્રમિકોના પરિવારોને રાહત દરે સ્વચ્છ પીવાનું પાણી, રસોડુ, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઈટ, મેડિકલ ફેસીલિટી, ઘોડિયાઘર અને શૌચાલય સહિતની સુવિધા પૂરી આપવામાં આવશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક બસેરા યોજના હેઠળ અમદાવાદમાં ૭, ગાંધીનગરમાં ૧, રાજકોટમાં ૬ અને વડોદરામાં ૩ એમ કુલ ૧૭ સાઈટોનું ખાતમુહૂર્ત થનાર છે. આ સાઈટોના માધ્યમથી અંદાજે કુલ ૧પ૦૦૦ બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh