Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં નવી સમસ્યા..!
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા શહેરમાં ફૂલવાડી વોટર વર્કસ વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં કે જ્યાં પાણીનો ફોર્સ તથા પ્રેશર ખૂબ આવે છે ત્યાં કેટલાક લોકો પોતાના ઘેર પાણી આવે, ત્યારે નળમાંથી પાણી ભરાયા પછી ટાંકીઓ ભરાયા પછી નળમાં નળી ચઢાવીને પોતાની નજીકની ગટર કે ગંદી નાલીમાં નળી રાખીને તે સાફ કરવા મૂકી દેતા હોય આ નળનું પાણી જતાં શહેર ભરમાં ગંદા પાણીમાં પડેલ નળીમાંથી પાણી ખેંચાઈને ગંદુ તથા ગટરનું પાણી મેઈન લાઈનમાં ચાલી જતાં ભારે મુશ્કેલી સર્જાય તથા ગંદુ પાણી મેઈન લાઈનમાં ચોખ્ખા પાણી સાથે ભળતા મોટી પરેશાની થાય છે.
તાજેતરમાં કોઈ આસામીઓ દ્વારા આવી રીતે નળીઓ મુકવામાં આવતા ગંદુ પાણી મેઈન લાઈનમાં જતા મેઈન લાઈન તોડીને આ ગંદુ પાણી કાઢવાની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા કરવી પડી હતી. આ સમસ્યા અંગે નગરપાલિકાના ઈજનેરે નળજોડાણમાંથી ગટરમાં નળી નહીં મુકવાની કડક સૂચના આપી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial