Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સોલીડ વેસ્ટ હસ્તકના સફાઈ કામદારોના નીતિવિષયક પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગે રજૂઆત

૧પ દિવસમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનઃ

જામનગર તા. ૧૮: જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા હસ્તકના સફાઈ કામદારોના નીતિવિષયક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયન દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું. પ્રમુખ મહેશ બાબરિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત પરમાર વગેરેએ પાઠવેલ આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, બીટ માપણી મુજબ કામદારોની સંખ્યાનો સેટઅપમાં વધારો કરવો, બેક પ્રથા બંધ કરાવવી, બીમાર અશક્ત કામદારના સ્થાને તેના આશ્રિતને નોકરી આપવા, રહેમ રાહે નોકરી આપવી, સફાઈ કામદારને મુકાદમ તરીકે નિમણૂક આપવી, જુની પેન્શન યોજના લાગુ કરવી, શિયાળા માટે ગરમ, વરસાદની સિઝન માટેના કપડા આપવા, તમામ વોર્ડ ઓફિસમાં સીસી ટીવી, પીવાના પાણી વગેરેની સુવિધા આપવા, એસઆઈ તથા એસએસઆઈની બઢતીના નિયમ સાનુકૂળ બનાવવા અંગે સત્વરે નિર્ણય કરવોે.

જો ૧પ દિવસમાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સફાઈ કામગીરી બંધ કરી હડતાલ કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh