Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં બે કેસ નોંધાતા તંત્ર એલર્ટઃ
જામનગર તા. ૧૮: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં કેસ જોવા મળ્યા પછી હવે આ વાયરસ હાલાર સુધી પહોંચ્યો છે. જામનગર જિલ્લામાં બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે, અને બન્ને તાલુકામાં આરોગ્યની ટીમ પહોંચી છે જે આજે સાંજે રિપોર્ટ આપશે.
ખાસ કરીને ૧૪ વર્ષના બાળકો સુધીમાં જોવા મળતો ચાંદીપુરાનો રોગ ધીમા પગલે હાલારમાં પગપેસારો કરી રહ્યા છે. રાજ્યમાં હાહકાર મચાવતા આ રોગમાં અત્યાર સુધીમાં ૧પ દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં એક ધરોળ અને એક જામજોધપુર પંથકના દર્દીનો સમાવેશ થાય છે, જો કે બન્નેના રિપોર્ટ મળ્યા નથી આથી આ બન્ને દર્દી ચાંદીપુરા વાયરસનો ભોગ બન્યા છે કે કેમ? તે કન્ફોર્મ નથી.
બીજી તરફ જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે, અને આરોગ્ય વિભાગની રેપીડ રિસ્પોન્સ ટીમને મોકલવામાં આવી છે. આ ટીમ સાંજે પરત ફરશે અને ઉચ્ચ અધિકારીને રિપોર્ટ કરશે. બીજી તરફ આ બન્ને શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, અને તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
તબીબોના જણાવ્યા મુજબ માટી-લીપણના ઘરમાં નીચે તીરાડો હોય તેમાં માખી-મચ્છર ઘર કરે છે. આ રોગમાં દર્દીને મગજમાં તાવની અસર જોવા મળે છે, જો કે તબીબો જણાવે છે કે, આ રોગથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial