Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગર તા. ૧૮: ગુજરાતમાં જુલાઈમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને તેમાં ધરમૂળથી ફેરફારો થઈ શકે છે, તેવા અહેવાલોએ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે.
ગુજરાતમાં આ મહિનાના અંત સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જો કે ગુજરાતના મંત્રીઓને સંકેત આપવામાં આવ્યો છે કે તે કોઈ પણ નીતિ સંબંધિત નિર્ણય લ્યે નહીં, તેથી મંત્રી મંડળમાં પણ ખળભળાટ મચ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક લોકોના પત્તા કપાશે. મોટા ફેરબદલ થવાના એંધાણ દેખાય રહ્યા છે. બીજી બાજુ આઠથી દસ નવા ધારાસભ્યોને મંત્રી મંડળમાં જગ્યા મળશે એ નક્કી છે. હાલના સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ઉપરાંત ૧૬ મંત્રી છે. જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યસ્તરીય મંત્રી છે. આગામી સમયમાં મંત્રીમંડળના રપ સભ્યો હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. તેમ સુત્રો જણાવે છે. ખાસ કરીને કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા અને પોરબંદરમાં પેટા ચૂંટણીમાં પસંદ પામેલા અર્જુન મોઢવાડીયા અને વિજાપુરથી પસંદ પામેલા સી.જે. ચાવડા, ખંભાતથી ધારાસભ્ય તરીકે પસંદ પામેલા ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધારાસભ્ય બનેલાને મંત્રીમંડળમાં જગ્યા મળશે. બીજી બાજુ એવા અનેક મંત્રી છે. જેના પરફોર્મન્સ નબળા છે તેમની મંત્રીમંડળમાંથી છુટ્ટી કરાશે. રાજનૈતિક વિશેષજ્ઞોનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલા બીજેપીએ તેમના ધારાસભ્યોને મતનો ટાર્ગેટ આપ્યો હતો. એવા વિધાનસભા ક્ષેત્ર જ્યા બીજેપીને ઓછા મત મળે છે તેના લીધે લોકસભા ચૂંટણીમાં બીજેપી ઉમેદવારોના મત પર અસર પડી છે. એવા વિધાનસભા ક્ષેત્રોના મંત્રીઓને મુશ્કેલી થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial