Advertisement
Author: નોબત સમાચાર

તાજીયાઓના ઝૂલુસ વેળાએ મુખ્ય માર્ગાે પર ડ્રોન કેમેરાથી રાખવામાં આવી નજર

પેટ્રોલિંગની સાથે ડ્રોન કેમેરાનો પણ કરાયો ઉપયોગઃ

જામનગર તા. ૧૮: જામનગર શહેરમાં મંગળવારે તાજીયા પડમાં આવ્યા પછી ગઈકાલે તાજીયાઓનું ઝૂલુસ યોજવામાં આવ્યું હતું. તે દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ પર નજર રાખવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગની સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં મંગળવારે મહોર્રમ પર્વની ઉજવણી અંતર્ગત તાજીયા પડમાં આવ્યા પછી ગઈકાલે વિવિધ જમાતો દ્વારા સઘન જહેમતથી બનાવવામાં આવેલા તાજીયાઓનું ઝૂલુસ યોજવામાં આવ્યું હતું. આ પર્વ જામનગર શહેર-જિલ્લામાં અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ભાઈચારા વચ્ચે પૂર્ણ થયું હતું.

દિવસોની મહેનત પછી તૈયાર કરવામાં આવેલા કલાત્મક તાજીયાઓના દર્શનાર્થે અને માનતાઓ પૂરી કરવા માટે મુસ્લિમ સમાજની સાથે હિન્દુ સમાજ પણ જોડાઈ છે. ત્યારે ક્યાંક કોઈ બનાવ ન બને તે માટે કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

શહેરના મુખ્ય માર્ગાે પર જ્યારે તાજીયાનું ઝૂલુસ નીકળે ત્યારે પેટ્રોલિંગની સાથે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી હતી. ખાસ કરી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ઝૂલુસનું પ્રમાણ વધુ હોય છે ત્યારે તે વિસ્તારોમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પોલીસે વ્યવસ્થા જાળવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh