Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેહુલીયો મહેરબાનઃ
જામનગર તા. ૧૮: હાલાર પંથકમાં મેઘાવી માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝાપટાંથી બે ઈંચ વરસાદ થયો છે, તો જામનગર શહેરમાં ગઈકાલે ઝાપટું વરસ્યું હતું, જ્યારે અમુક ગામડામાં પણ હળવો વરસાદ થયો હતો, બે દિવસ પહેલા તણાઈ જનાર યુવાનનો મૃતદેહ મળ્યો છે.
હાલારમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે આજે ભાટિયા પંથકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલે આખો દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, પરંતુ આજે કલ્યાણપુર તાલુકાના ભાટિયા પંથકમાં સવારે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને લગભગ બે થી અઢી ઈંચ વરસાદ થતા ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં, તો ગામના કેસરિયા તળાવમાં નવા પાણીની આવક થવા પામી છે.
ખંભાળિયા પંથકમાં પણ વરસાદી માહોલ વચ્ચે ઝાપટું વરસ્યું હતું. આજે સવારે બે કલાકમાં કલ્યાણપુર પંથકમાં દોઢ ઈંચ, ભાણવડમાં પણ દોઢ ઈંચ વરસાદ થતા ગામમાં પાણી ભરાયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના લીંબડી-રાણ તરફના માર્ગે પાણી ભરાતા રસ્તો બંધ થયો છે, તો ચરકલાવાળો દ્વારકા ધોરીમાર્ગ પણ પાણી ભરાતા બંધ થયો છે. પરિણામે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતાં. જ્યારે ગઈકાલે જામનગર શહેરમાં બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું તથા જિલ્લાના અમુક ગામડામાં પણ વરસાદી ઝાપટાંના વાવડ છે. જેમાં વાંસજાળિયા, હડિયાણા, ધ્રાફા, સમાણાનો સમાવેશ થાય છે.
બે દિવસ પહેલા કાલાવડના મકાજી મેઘપરમાં બે બાઈકસવારો વોકળામાં પાણીના પ્રવાહમાં તણાયા હતાં જેમાંથી એકનો બચાવ થયો હતો, પરંતુ એક યુવાન લાપત્તા બનતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ફાયરબ્રિગેડની ટૂકડીએ આખરે પાણીમાંથી મૃતદેહ શોધી કાઢ્યો છે.
રાજકોટમાં રહેતા અગરબત્તીના વેપારી હરપાલસિંગ ચતુરસિંગ જાટ (ઉ.વ. ર૮) નો મૃતદેહ હોવાનું ખૂલવા પામ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial