Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગરપાલિકા દ્વારા
ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પાલિકા દ્વારા ઘી ડેમ પાસેના વિસ્તારમાં સાડાત્રણ કરોડના ખર્ચના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર. નંદાણીયા તથા ઈજનેર મીતલબેન દ્વારા સમગ્ર આયોજન ટેંડરીંગ કર્યા પછી તાજેતરમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, ઈજનેેર એન.આર. નંદણીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, અગ્રણીઓ તથા પાલિકાના સદસ્યો જગુભાઈ રાયચુરા, મોહિતભાઈ મોટાણી, હરેશભાઈ ભટ્ટ, અજુભાઈ ગાગીયા, કારૂભાઈ માવદીયા, પી.એમ.ગઢવી, રાણાભાઈ ગઢવી સહિત જોડાયા હતાં.
તળાવ, ઓવરહેડ ટેંક તથા બગીચાના કામો
પાલિકા ઈજનેરે વિગતો આપતા જણાવ્યું હતું કે પાણી પુરવઠા યોજના વિસ્તૃતિકરણ માટે ઓવરહેડ ટેંક બનાવવા બ્યુટીકીકેશન સાથેનું તળાવ બનાવવા બગીચાના કામો લેવામાં આવ્યા છે.
ઓવર હેડ ટેંક થવાથી હાલ જે કેટલાક વિસ્તારોમાં ઓછા ફોર્સની પાણી નળમાં આવવાની સમસ્યા છે. તેમાં ઘણી રાહત થશે. ડેમ પર તળાવ અને બગીચો થતાં શહેરમાં ફરવાનું એક સ્થળ બનશે લોકો ડેમની મુલાકાત સાથે તળાવ બગીચાની મજા પણ માણી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial