Advertisement
Author: નોબત સમાચાર

કામધંધો ન કરતા યુવક સાથે પુત્રીના લગ્નની પિતાએ ના પાડતા થઈ ધમાલ

ઉશ્કેરાયેલા શખ્સે એક વ્યક્તિ પર કર્યાે છરીથી હુમલોઃ

જામનગર તા. ૧૮: કાલાવડના ધુનધોરાજીમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતા રાજકોટના એક શખ્સે યુવતીના પિતાએ કામધંધો ન કરતો હોવાના કારણે લગ્ન કરાવી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આ શખ્સે ધુનધોરાજીમાં ધસી આવી ધમાલ મચાવી હતી. આ શખ્સે તે યુવતીના પિતા સહિતના પરિવાર સાથે ગાળા ગાળી કર્યા પછી એક વ્યક્તિ પર છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા એક પ્રૌઢની પુત્રી સાથે રાજકોટના નાના મૌવામાં રહેતા પાર્થ ઉર્ફે ભોલુ પંકજભાઈ ભોજાણીને પ્રેમસંબંધ બંધાયા પછી આ પ્રેમીયુગલ લગ્નગ્રંથિથી જોડાવવા ઈચ્છતુ હતું.

આ બાબતની તે યુવતીએ પોતાના પિતાને જાણ કરતા પિતાએ છોકરો શું કામ કરે છે તે વિશે તપાસ કરતા પાર્થ ભોજાણી કોઈ કામધંધો કરવાની બદલે રખડતો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પિતાએ તેની સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવી આપવાનો ઈન્કાર કર્યાે હતો. આથી પાર્થ ઉશ્કેરાયો હતો.

તે દરમિયાન ગઈકાલે બપોરે પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણી મોટરમાં ધુનધોરાજી ગામમાં ધસી આવ્યો હતો. તેણે આ યુવતીના પિતા તથા તેના પરિવારજનો સાથે બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી ધમાલ મચાવી હતી અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી એક વ્યક્તિ પર હુમલો કરી વાંસામાં ઈજા પહોંચાડી હતી. આ બાબતની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી ધરારપ્રેમીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh