Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખના પીએ વિરૂદ્ધ પગલાં લેવાના બદલે માત્ર તપાસના નાટક!

તલાટી-કમ-મંત્રી હતાં, તે સમયે સરકારી ગ્રાન્ટમાંથી લાખોના કૌભાંડના મુદ્દે

જામનગર તા. ૧૮: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પીએ યગ્નેશ કણસાગરા સામે તેઓ જ્યારે લાલપુર તાલુકામાં તલાટી-કમ-મંત્રી હતાં ત્યારે સરકારી ગ્રાન્ટમાંથી થયેલા લાખો રૂપિયાના કામોમાં ઉચાપત/ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ગુજરાત હાઈકોર્ટમાં તેની સામે પીટીશન કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં કોઈ પગલાં નહીં લેવાતા અરજદાર મનસુખભાઈ ફળદુએ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ કરી હતી.

ત્યારપછી જિલ્લા પંચાયત તંત્રએ ૧૧-૧ર-ર૦ર૩ ના દિને કણસાગરાને બચાવ રજૂ કરવાની તક આપી હતી. તેમણે જે બચાવ રજૂ કર્યો તે ગ્રાહ્ય નહીં રાખ્યાનો અહેવાલ અને સ્પષ્ટ ચૂકાદો ડેપ્યુટી ટીડીઓએ આપી દીધો હોવા છતાં યગ્નેશ કણસાગરા સામે જિલ્લા પંચાયત દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, કે નવા કોઈ પગલાં લેવાયા. જાણવા મળતી વિગતો પ્રમાણે જિલ્લા પંચાયતના સત્તાધારી પક્ષના કેટલાક સભ્યોના પતિદેવો અને આગેવાનો દ્વારા યજ્ઞેશ કણસાગરાને બચાવવાના મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સૌથી નવાઈની વાત એ છે કે તપાસ પૂરી થઈ, બચાવનામુ નામંજુર થયું તેમ છતાં ફરીથી ડે. ડીડીઓને તપાસ સોંપવામાં આવી છે, અને હજુ તપાસ ચાલી રહી છે. આમ પીએની સામેની કડક કાર્યવાહીમાંથી ઉગારી લેવા પ્રકરણને વિલંબમાં નાંખવાના તથા તપાસના નાટકો કરવાના કારસા થઈ રહ્યા હોવાનું જિલ્લા પંચાયત વર્તુળોમાં છડેચોક ચર્ચાઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh