Advertisement
Author: નોબત સમાચાર

સંતાનોના અભ્યાસ માટે વ્યાજે પૈસા લીધા પછી બે વ્યાજખોરે આપ્યો ત્રાસ

રૂ.૭૫ હજારના દોઢ લાખ ચૂકવી દીધા પછી પણ ધમકીઃ

જામનગર તા. ૧૮: જામજોધપુરના ગંજીવાડામાં રહેતા એક મહિલાના પુત્રએ પોતાના સંતાનના અભ્યાસના ખર્ચ માટે ગયા વર્ષે ધ્રાફા તથા હોથીજી ખડબાના બે શખ્સ પાસેથી રૂ.૭૫ હજાર વ્યાજે લઈ એક વર્ષમાં રૂ.દોઢ લાખ વ્યાજપેટે ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી બંને શખ્સ આ મહિલા તથા તેના પુત્રને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામજોધપુર શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને કેટરીંગ અંગેના કામ પર જતા રંજનબેન કાંતિભાઈ વરાણીયા નામના કોળી પ્રૌઢાના પુત્ર રવિભાઈએ એકાદ વર્ષ પહેલાં પોતાના સંતાનોના અભ્યાસમાં થતાં ખર્ચને પહોંચી વળવા માટે ધ્રાફાના પૃથ્વીરાજસિંહ પાસે રૂ.૪૦ હજાર હાથઉછીના લીધા હતા.

તે ઉપરાંત જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામના રામદેભાઈ બારડ નામના વ્યક્તિ પાસેથી પણ રૂ.૩૫ હજાર હાથઉછીના લીધા હતા. બંને વ્યક્તિને એક વર્ષમાં રંજનબેનના પુત્ર રવિભાઈએ રૂ.દોઢ લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હોવા છતાં રામદેવભાઈ તથા પૃથ્વીરાજસિંહ વધુ વ્યાજની માગણી કરી રવિભાઈ તથા તેમના માતાને રૂબરૂમાં તથા ફોન પર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા રંજનબેને ગઈકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ગુજરાત નાણા ધિરધાર એક્ટની કલમ તથા ભારતીય ન્યાયસંહિતાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh