Advertisement
Author: નોબત સમાચાર

મહોર્રમ પર્વ દરમિયાન સઘન બંદોબસ્ત જાળવનાર એસપી સહિતના અધિકારીઓનું કરાયું સન્માન

જામનગરમાં મંગળવારે તાજીયા પડમાં આવ્યા પછી ગઈકાલે ઝૂલુસ યોજવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ સમુદાયની સાથે હિન્દુ ભાઈ-બહેનોએ પણ દર વર્ષની માફક તાજીયાના દર્શન કરી માનતાઓ પૂર્ણ કરી હતી. સમગ્ર પર્વ દરમિયાન જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સિટી ડીવાયએસપી જે.એમ. ઝાલાના વડપણ હેઠળ સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ અને એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા અને સ્ટાફે સઘન બંદોબસ્ત જાળવ્યો હતો. તેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. ગઈકાલે સાંજે ઝૂલુસ વેળાએ દરબારગઢ સર્કલમાં બનાવવામાં આવેલા સ્ટેજ પર એસપી સહિતના પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh