Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી

અસહ્ય ગરમી અને બફારા વચ્ચે

જામનગર તા. ૧૮: જામનગરમાં અસહ્ય ગરમી અને બફારાના પગલે પરશેવે રેબઝેબ બની ગયેલા પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં પોણા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી નોંધાયું હતું.

સૂર્ય દેવતાની હાજરી વચ્ચે જામનગરના આકાશમાં વરસાદી વાદળોના આંટાફેરા અવિરત રહેતા જમીન પર ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો જોવા મળે છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૭ ટકા રહ્યું હતું. પોણા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૪.૬ ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીથી વધુ વધીને લઘુતમ તાપમાન ર૭.૧ર ડીગ્રી નોંધાયું હતું.

નગરના વાતાવરણમાં ભેજનું વધુ પ્રમાણ તથા મહત્તમ તાપમાન પણ ૩૪ ડીગ્રીથી વધુ રહેતા ગઈકાલે પણ અસહય ગરમી અને બફારો યથાવત્ રહ્યો હતો, જેના પગલે પરશેવે રેબઝેબ બની ગયેલા પ્રજાજનોએ રાહત મળે તે માટે જનતાએ એસી તથા એરકૂલરનો સહારો લીધો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૮ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh