Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરની પટેલ કોલોનીની શેરીઓ-માર્ગો પર ઠેર-ઠેર ઢોરના અડીંગા
જામનગર તા. ૧૮: જામનગર મહાાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યા દૂર કરવા માટે સદંતરપણે નિષ્ક્રિયતા દાખવવામાં આવતી હોવાથી સમગ્ર શહેરમાં રખડતા ઢોરનો આતંક ત્રાસરૂપ તથા જોખમી બની રહ્યો છે. જામનગરના વોર્ડ નં. ૩ મા પટેલ કોલોની જેવા રહેણાંક વિસ્તારમાં તો દરેક શેરી-માર્ગો પર ર૪ કલાક માત્ર ઢોર-ઢોર ને ઢોર જ નજરે પડે છે. આ ઢોરને શેરી-ગલીઓ અને માર્ગો ઉપર કોણ છૂટા મૂકે છે? તેમજ આ વિસ્તારમાં ઢોર પકડવાવાળા કેમ આવતા નથી?
અસંખ્ય ઢોર પડ્યા પાથર્યા રહે છે. તેમના છાણ-મૂત્રથી ચારેતરફ ભયંકર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. હાલ રોગચાળો વ્યાપક બન્યો છે, ત્યારે આવી ગંદકીના કારણે રોગચાળો વધુ ફેલાય તેવી દહેશત છે. માખી-મચ્છર-જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે.
આ રખડતા ભટકતા ઢોરની અંદરોઅંદરની લડાઈના કારણે નાના-મોટા લોકોને, વૃદ્ધોને હડફેટે લ્યે છે. વાહનચાલકોને નિકળવું કે રાહદારીને પસાર થવા માટે શેરી-ગલીમાં જગ્યા જ હોતી નથી! ઢોરના ત્રાસના કારણે પટેલ કોલોનીના રહેવાસીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. મનપાના ચૂંટાયેલા પ્રતિનિિઓ પણ આ ત્રાસને નજરે જુવે જ છે, પણ કોઈપણ કારણોસર કોઈથી ડરીને કે પછી તંત્રના ઢોર પકડવાના વિભાગના મોટમોટા ભ્રષ્ટાચારના કારણે ઢોરમાલિકો સામે કોઈ ઉચીત, કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અને પરિણામે આ ઢોરમાલિકો તેની મનમાની કરી રહેણાંક વિસ્તારોમાં બિનદાસ્તપણે પોતાના ઢોરને છોડી મૂકે છે.
પટેલ કોલોનીના લોકો તો રોષભેર કટાક્ષ પણ કરી રહ્યા છે કે ખુદ ભાજપના શહેર કાર્યાલય પાસે જ ઢોરવાડા જેવી સ્થિતિ હોય ત્યાં અન્ય વિસ્તારોમાં સત્તાધારી ભાજપ પાસે શું અપેક્ષા રાખવી?
વોર્ડ નં. ૩ ના કોર્પોરેટરોની ગણના તો જાગૃત અને સતત દોડતા કોર્પોરેટરોમાં થાય છે, ત્યારે પટેલ કોલોની વિસ્તારમાં ઢોરનો ત્રાસ દૂર કરવા તંત્ર પાસે યોગ્ય અને કાયમી ઉકેલ લાવે તેવી લાગણી પ્રવર્તે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial