Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલાત્મક-સુશોભિત તાજીયાના હિન્દુ-મુસ્લિમ સહિત તમામ લોકોએ કર્યા દિદારઃ શાંતિપૂર્વક ઉજવણી
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા શહેર તથા જિલ્લામાં ગઈકાલે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા મહોર્રમ પર્વની આસ્થાભેર ઉજવણી થઈ હતી.
ખંભાળીયામાં મકરાણી જમાત, પઠાણ જમાત સહિતની જુદી જુદી આઠ જમાતોના કલાત્મક તથા શણગારેલા તાજીયા પટમાં આવ્યા હતાં. જ્યાં મોટી સંખ્યામાં ભાવિકોએ નાળિયેર વધારી પ્રસાદ ધરાવ્યા હતાં. બપોર પછી તાજીયાના જુલુસ નીકળ્યા હતાં જેમાં સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો તથા વિવિધ જમાતોના લોકો ચોકારો લેતા યા હુશેન સાથે નીકળ્યા હતા તથા રસ્તામાં ઠેર-ઠેર પાણી રેડીને તાજીયા ટાઢા કરાતા હતા તો હિન્દુઓએ પણ મોટી સંખ્યામાં તાજીયામાં નાળિયેર વધેર્યા હતાં.
સાંજે તાજીયાએ લાઈટીંગ સાથે એક પછી એક શહેરના વિવિધ રસ્તાઓ પર ફરીને નગરગેઈટ પાસે આવ્યા હતાં. જ્યાં વિસર્જન થયું હતું. લાઈટીંગ તથા સુશોભન સાથે તાજીયા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં.
દ્વારકા જિલ્લાના સલાયા, વાડીનાર, ભરાણા, કોટા આંબલા, મીઠાપુર, દ્વારકા, ભાણવડ, ભાટીયા, ઓખા સહિતના તમામ સ્થળે શાંતિપૂર્વક તાજીયા ઉત્સવ યોજાયો હતો. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડના માર્ગદર્શનમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial