Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગરબત્તી વેચવા આવ્યા પછી તણાઈ ગયા હતાઃ
જામનગર તા. ૧૮: કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામના પુલ પરથી મંગળવારે સાંજે પુરજોશમાં વહેતા વરસાદી પાણીના પ્રવાહમાં રાજકોટથી બાઈક પર અગરબત્તી વેચવા આવેલા એક પરપ્રાંતીય યુવાન તણાઈ ગયા હતા. તેઓનો ગઈકાલે પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
કાલાવડ શહેર તથા તાલુકામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. તે દરમિયાન કાલાવડ તાલુકાના મકાજી મેઘપર તાલુકામાં અગરબત્તી વેચવા માટે આવેલા રાજકોટમાં રહેતા બે યુવાન બાઈક સાથે તણાઈ ગયા હતા.
રાજકોટના શિવમ પાર્કમાં રહેતા હરપાલસિંગ ચતુરસિંગ જટ (ઉ.વ.ર૮) નામના પરપ્રાંતિય યુવાન અને તેમના મિત્ર અગરબત્તી વેચવા માટે કાલાવડ પંથકમાં આવ્યા પછી સાંજના સમયે મકાજી મેઘપર ગામમાં આવ્યા હતા.
ત્યાંથી પરત જતી વખતે મકાજી મેઘપર ગામથી એકાદ કિલોમીટર દૂર પુલ પરથી પસાર થતી વેળાએ અચાનક જ વરસાદી પાણીનો પ્રવાહ ધસી આવતા બાઈક સાથે હરપાલસિંગ તેમાં તણાઈ ગયા હતા. સાથે રહેલા યુવકે બૂમો પાડી હતી. જેના પગલે આ યુવાનને બચાવી લેવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા. તે પછી ગઈકાલે સાંજે હરપાલસિંગનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો છે. તેમના પિતા ચતુરસિંગ મહેન્દ્રસિંગ જટે પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial