Advertisement
Author: નોબત સમાચાર

ઓલિમ્પિક-ર૦ર૪ના સૌથી વ્યાપક કવરેજ માટે જીયો સિનેમાની વ્યવસ્થા

પેરિસમાં યોજાનાર

મુંબઈ તા. ૧૮: પેરિસ ર૦ર૪ ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ ૧૮ દ્વારા ર૬ જુલાઈ ર૦ર૪ થી શરૂ થતાં ઓલિમ્પિકસની એકસાથે ર૦ ફીડ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમૂહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે. નેટવર્કે ઓલિમ્પિકસની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની અસાધારણ યાદી તૈયાર કરી છે. નેટવર્ક દ્વારા તેની ખાસ ઝંુબેશ ફિલ્મ દમ લગા કે હઈશા... પણ લોન્ચ કરવામાં આવી છે. આ ઝુંબેશ અગાઉ કયારેય ન જોઈ હોય તેવા ઓલિમ્પિક પ્રસારણનું વચન આપે છે.

પ્રથમ વખત ભારતમાં ઓલિમ્પિક કવરેજ જિયોસિનેમા પર એકસાથે ર૦ ફીડ્સમાં નિઃશુલ્ક રજૂ કરવામાં આવશે, તેનાથી ચાહકો તેમના મનપસંદ ડિવાઈસ પર ગમે ત્યારે ગમે ત્યાં ઓલિમ્પિક રમતોમાં તેમની પસંદગીની ગેમ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન જોઈ શકશે. આ રજૂઆતમાં ૧૭ સ્પોર્ટ્સ-વાઈઝ ફીડ્સ અને ત્રણ કયુરેટેડ ફીડ્સ હશે, તે બધી ૪કેમાં ઉપલબ્ધ છે. કયુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં ઈન્ડિયા ફીડનો સમાવેશ થશે. જે દર્શકોને ભારતીય ખેલાડીઓની તમામ ગેમ જ્યારે રમાશે ત્યારે જકડી રાખશે.

અગાઉ કયારેય જોયા ન હોય તેવા પ્રયાસના ભાગરૂપે મહિલા એથ્લિટ્સ ફીડ મહિલા ઓલિમ્પિયન્સની સફરને પણ વિશેષ પણે રજુ કરશે. કયુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી અને હિન્દીમાં ગ્લોબલ એકશન ફીડ પણ હશે, આમ દર્શકોને પેરિસ ર૦ર૪ માં વિશ્વના શ્રેષ્ઠ એથ્લિટ્સને ટ્રેક કરવાની સુવિધા મળશે.

લિનિયર પ્લેટફોર્મ પર સ્પોર્ટસ૧૮-૧, સ્પોર્ટ્સ ૧૮-૧, એચડી, સ્પોર્ટ્સ૧૮-ર, ભારત કેન્દ્રિત ફીડ ચલાવશે, સ્પોર્ટ્સ૧૮-૩ પર ગ્લોબલ એકશન ઉપલબ્ધ રહેશે. સ્પોર્ટ્સ૧૮-૧ અને સ્પોર્ટ્સ ૧૮-૧ એચડી અંગ્રેજીમાં ગેમ્સ રજૂ કરશે અને ભાષા બટન પર તમિલ અને તેલુગુ ઉપલબ્ધ રહેશે. સ્પોટ્સ ૧૮-ર સમગ્ર પેરિસ ર૦ર૪ હિન્દીમાં રજુ કરશે.

ઓપનિંગ સેરેમની દરમિયાન રસપ્રદ કવરેજની સાથે સાથે દર્શકોને ઈન્ડિયાના ખેલાડીઓની ટુકડી પર સમર્પિત કેમેરા ફીડ ભારતીય ખેલાડીઓનો રિંગ-સાઈડ વ્યૂ આપશે. આ ઉપરાંત દર્શકો ભારતીય ખેલાડીના મેડલ વિજયની પળોના કવરેજના આનંદ સાથે સ્ટુડિયોમાંથી જે-તે રમતના નિષ્ણાતની સાથે ખેલાડીઓના પરિવારના સભ્યોનો આનંદ પણ જોવા મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh