Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૧૮: સલાયામાં હંમેશાં હિન્દુ-મુસ્લિમ બને સમુદાયના લોકો શાંતિ પૂર્વક અને ભાઈચારાથી રહે છે. જેનું ઉદાહરણ મહોરમમાં જોવા મળે છે. અહીં હિન્દુ પરિવારો પોતાની શ્રદ્ધા અને ભક્તિ મુજબ મહોરમ દરમ્યાન મુસ્લિમ ભાઈઓ માટે કેમ્પનું આયોજન કરે છે. જેમાં સરબત, મીઠાઈ, ચા વગેરે આપે છે. સમગ્ર વિશ્વને ભાઈચારાનું ઉદાહરણ પૂરૃં પાડે છે. સલાયાના હિન્દુ આગેવાન અને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ પરિવાર દ્વારા આસુરાની રાતના મુસ્લિમ ભાઈઓ માટે નિયાઝએ હુશેન (નિઃશુલ્ક)ચાનું આયોજન કરાઈ છે, જેમાં હજારો લોકો આસ્થાભેર ચા પીવે છે. આ આયોજનમાં મુસ્લિમ ધર્મગુરૂ અબુડાડા પણ પધાર્યા હતા અને આ કાર્ય બદલ ભરતભાઈ તથા જલારામ સેવા સમિતિના સભ્યોને આશીર્વાદ આપ્યા હતાં, આમ સલાયા હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial