Advertisement
Author: નોબત સમાચાર

એલોન મસ્કની સંપત્તિ એક અઠવાડિયામાં ૧૦૦ અબજથી વધુનો વધારો

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સના આંકડાઓ મુજબ

નવી દિલ્હી તા. ૧૮: એલોન મસ્કની સંપત્તિમાં એક અઠવાડિયામાં ૧૦૦ અબજ ડોલરથી વધુ રકમનો વધારો નોંધાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં ચૂંટણી જીત્યા છે તે પછી એલન મસ્કના અચ્છે દિન શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે મસ્ક નેટવર્થ તે પછી ઝડપથી વધી રહી છે. દુનિયાની સૌથી અમીર કારોબારીની નેટવર્થ ડિસેમ્બર માસમાં બમણી ઝડપે વધી રહી છે. માત્ર ૧૭ ડિસેમ્બરે જ તેમની નેટવર્થમાં ૧ર બિલિયન ડોલર વધી છે. છેલ્લા એક અઠવાડિયામાં તો ટેસ્લાના માલિકની નેટવર્થમાં ૧૦૦ અરબ ડોલરથી વધારે એટલે કે ૯ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે હવે ઈલોન મસ્કને પ૦૦ બિલિયન ડોલર સુધી પહોંચવા માટે માત્ર એક સારા વધારાની જરૂર છે. જે ૧૮ ડિસેમ્બરે ફેડના નિર્ણય પછી તેની નેટવર્થમાં વધારો થઈ શકે છે. ત્યારે બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સના આંકડામાં ઈલોન મસ્કની સંપત્તિને લઈને વિવિધ પ્રકારનો ડેટા જોવા મળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા મુજબ ૧૭ ડિસેમ્બરે તેમની નેટવર્થમાં ૧ર અબજ ડોલરનો વધારો થયો છે. તે પછી તેમની કુલ સંપત્તિ ૪૮૬ બિલિયન ડોલર થઈ ગઈ છે.

ચાલુ વર્ષમાં તેમની કુલ નેટવર્થમાં રપ૭ અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે એલોન મસ્કની તેટવર્થમાં ૧૧ર.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં જેક બેઝો  રપ૦ બિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે. જે એલોન મસ્કનો કુલ સંપત્તિનો લગભગ અડધો ભાગ છે.

છેલ્લા એક સપ્તાહમાં ઈલોન મસ્કની સંપત્તિમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. એક અઠવાડિયા પહેલા ૧ર ડિસેમ્બરે એલોન મસ્કની કુલ સંપત્તિ ૩૮૪ બિલિયન ડોલર હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૧૦ર અરબ ડોલરનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી મોટો ફાળો ૬૭ અરબ ડોલરનો છે જે એક જ દિવસમાં વધી ગયો છે. ૧૧ ડિસેમ્બરના એસપીએસસીએક્સ રોકાણકારોએ તેમના રોકાણકારો પાસેથી શેર ખરીદ્યા હતાં. તેના કારણે કંપનીમાં વેલ્યુએશનમાં વધારો થયો હતો. જેમાં એલોન મસ્કને ૪પ અરબ ડોલરનો વધારો મળ્યો છે. ટેસ્લાના શેરમાં વધારાના કારણે એલોન મસ્કને રર બિલિયન ડોલરનો ફાયદો થયો હતો. એક દિવસ અગાઉ ૧૬ ડિસેમ્બરે એલોન મસ્કની સંપત્તીમાં ૧૯ બિલિયન ડોલરનો વધારો થયો હતો.

ઉલ્લેખનિય છે કે, એલોન મસ્ક હવે પ૦૦ બિલિયન ડોલરથી માત્ર એક ડગલું દૂર છે. તેમને માત્ર ૧૪ અબજ ડોલરની જરૂર છે જે ૧૮ મી ડિસેમ્બરના નેટવર્થમાં વધી શકે છે, જોફેડ કિંમતમાં રપ બેસીસ પોઈન્ટનો પણ ઘટાડો કરે તો ડોલર ઈન્ડેક્સ વધશે અને ટેસ્લાના શેરમાં વધારો જોવા મળશે. જેના કારણે આપણે એલોન મસ્કની સંપત્તિમાં ૧ર થી ૧પ અબજ ડોલરનો વધારો જોઈ શકીએ છીએ, જો કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી એલોન મસ્કની સંપત્તિમાં રરર અબજ ડોલરનો વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં ૧૪૩ અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh