Advertisement
Author: નોબત સમાચાર

મેઘપર પાસે ભરાતી ગુજરી બજારમાંથી બે આસામીના મોબાઈલની થઈ ઉઠાતરી

શાકભાજી લેવા આવેલા બે આસામીએ કરી ફરિયાદઃ

જામનગર તા. ૧૮: જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર પાસે ભરાતી ગુજરી બજારમાં ગયા રવિવારે શાક ભાજી લેવા આવેલા બે આસામીના મોબાઈલની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામની સામે ભરાતી ગુજરી બજારમાં ગયા રવિવારે લાલપુર તાલુકાના રાસંગપર ગામના અરશીભાઈ નારણભાઈ કરંગીયા નામના વૃદ્ધ શાકભાજી લેવા માટે આવ્યા હતા.

આ વેળાએ તેમના ખિસ્સામાંથી કોઈ શખ્સ રૂ.૧૦ હજારની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ કાઢી ગયો હતો. અરશીભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

તે જ રીતે મોટી ખાવડી નજીક રિલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અભિષેક રમાકાંત બાજપાયી નામના આસામી પણ ગયા રવિવારે મેઘપર પાસે ગુજરી બજારમાં આવ્યા હતા ત્યારે તેમનો રૂ.૧૦ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ કોઈ શખ્સ કાઢી ગયો છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે બીએનએસ કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh