Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજાણ્યા પ્રૌઢનું થયું હતું મૃત્યુઃ
જામનગર તા. ૧૮: જામનગર-ખંભાળિયા માર્ગ પર સરમત ગામના પાટીયા પાસે સોમવારે રાત્રે પચ્ચાસેક વર્ષના એક અજાણ્યા પ્રૌૈઢને ટેન્કરે ઠોકર મારી હતી. આ અકસ્માતે ઘવાયેલા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. ટેન્કરચાલક સામે સિક્કા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાખાબાવળ-સરમત ગામના પાટીયા પાસેથી સોમવારે રાત્રે સાડા દસેક વાગ્યે પચ્ચાસેક વર્ષની વયના એક અજાણ્યા પ્રૌઢ ચાલીને રોડ ક્રોસ કરતા હતા.
આ વેળાએ પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૧૨-બીડબલ્યુ ૧૬૪૧ નંબરના ટેન્કરે તેઓને ઠોકર મારી લઈ ફંગોળી દીધા હતા. રોડ પર પછડાયેલા આ વ્યક્તિ પરથી ટેન્કરના વ્હીલ ફરી વળતા તેઓનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે સરમત પાટીયા પાછળ રહેતા દેવરાજભાઈ કરશનભાઈ રાજાણીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેન્કરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial