Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શિરદર્દ સમાન બનેલી સાત રસ્તા સર્કલની ટ્રાફિક સમસ્યા હલ કરવા કવાયત

મનપાના ઈજનેર અને ટ્રાફિક પીઆઈ દ્વારા

જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના નિરાકરણ માટે ગઈકાલે મહાનગરપાલિકાના અધિકારીએ ટ્રાફિક શાખાના અધિકારીએ સ્થળ મુલાકાત કરી ચર્ચા કરી હતી અને કેટલાક ફેરફારો કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે સાત રસ્તા સર્કલમાં દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આથી વાહનચાલકો લાંબો સમય 'જામ'માં ફસાઈ જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે ગઈકાલે મહાનગરપાલિકાના ઈજનેર રાજીવ જાની, ટ્રાફિક શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ગજ્જરએ ફ્લાય ઓવરબ્રીજના કોન્ટ્રાક્ટરને સાથે રાખી મુલાકાત કરી હતી અને સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં પેટ્રોલ પમ્પ પાસેની જગ્યા પહોળી કરવા, મોટું સર્કલ ટૂંકાવવા સહિતના પગલાં લેવા નિર્ણય લેવાયો હતો. જેનો અમલ કરવા કામગીરી કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh