Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાના સંબંધિત અધિકારીઓ ખાસ સ્કવોડની રચના કરી એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે
નાગરિકો પોતાના મકાનનું રિનોવેશન, રિપેરીંગ કે નવું બાંધકામ કરતાં હોય છે જેમાંથી નિકળતો વેસ્ટ, માટી, પુરાણ અને કચરો (ડેબ્રિજ) મુખ્ય માર્ગ પર ફેંકવો કેટલો યોગ્ય ગણાય. જામનગર મહાગનરપાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે સમગ્ર શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તમામ વિસ્તારોની શેરી-ગલીઓમાં સફાઈ અભિયાન કરાયું હતું. મેઈન રોડ પર પણ રસ્તાની બન્ને સાઈડમાં બાવળની ઝાળી ઝાખરાઓને જેસીબીની મદદ થી સફાઈ કરાઈ હતી. જામનગર શહેરના સુભાષ બ્રિજ થી મહાપ્રભુજી બેઠક તરફ જતાં મહાપાલિકાની ટીપી સ્કિમ અંતર્ગતની જગ્યામાં જ્યાં ફોરેસ્ટ દ્વારા બગીચો બનાવ્યો છે તેની સામેના ભાગમાં મેઈન રસ્તા પર કન્ટ્રકશન સાઈટ પર નીકળતા કાટમાળ (ડેબ્રિજ વેસ્ટ)ને નવા અથવા તો રિનોવેશન થતા બિલ્ડીંગો-મકાનો તેમજ સોસાયટીમાં બનતા ટેનામેન્ટના કાટમાળનો વેસ્ટ બિલ્ડરો દ્વારા આ મેઈન રોડ પર ઠાલવી દેવામાં આવે છે.
મહાનગરપાલિકા દ્વારા ઘણી એકાદ-બે વખત આ રોડ પરથી આવા કાટમાળનો વેસ્ટ દુર કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જ સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ જામનગરના અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ જગ્યા પર ઠાલવાયેલા (ડેબ્રીજ)ના વેસ્ટને અડધા ભાગમાંથી દુર કરી અને તે જ જગ્યા પર પાથરી દેવામાં આવ્યો હતો. અને અડધા ભાગમાં પડેલા વેસ્ટને રાખી દેવામાં આવ્યો હતો. એટલે કે અડધા ભાગમાં સફાઈ કરી અને અડધા ભાગમાં આ કાટમાળને રાખી દેવામાં આવ્યો હતો. મહાપાલિકાની ટીપી સ્કીમ અંતર્ગત ફોરેસ્ટ દ્વારા બનાવવામાં આવેલા બગીચાની સામેના ભાગમાં જ આવા કન્ટ્રકશન સાઈટના વેસ્ટનો નિકાલ કેટલો યોગ્ય ગણાય.
જામનગર મહાનગરપાલિકાના લગત અધિકારી દ્વારા આ વિસ્તારમાં મેઈન રોડ પર કરવામાં આવતાં આવા વેસ્ટને રોકવા માટે કોઈ નક્કર પગલા ભરવામાં જોઈએ. સરકાર દ્વારા મહાનગરોના રોડને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિકસીત થઈ રહેલા આ વિસ્તારમાં રોડ પર વેસ્ટ નાખી અને રોડને નાનો કરવામાં આવતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદ મહાપાલિકા દ્વારા એક સ્પેશ્યલ સ્કવોડની રચના કરવામાં આવી છે જેમાં કોઈ પણ નાગરિકો અથવા બિલ્ડરો દ્વારા આવા (કન્સ્ટ્રકશન એન્ડ ડેબ્રિજ) વેસ્ટ નાખનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને રપ૦૦૦ થી એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
તો જામનગર મહાગનરપાલિકાના લગત અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા આવી કોઈ સ્કોડની રચના કરી અને આવા કન્સ્ટ્રકશનનો વેસ્ટ નાખનાર સામે આકરા દંડની જોગવાઈ કરવી જોઈએ. મહાપાલીકા એક તરફ સફાઈ અભિયાન હાથ ધરી રહી છે ત્યારે જુજ દિવસોમાં જ જે-તે જગ્યાએ સફાઈ થઈ હોય ત્યાં જૈસે-થે ની સ્થિતી સર્જાઈ જાય છે.
જામનગર મહાનગરપાલિકાના લગત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ આ વિસ્તારના નગરસેવકોએ તસ્દી લઈ અને આ વેસ્ટનો યોગ્ય અને નિયત કરવામાં આવે તે જગ્યા પર નિકાલ કરાવવો જોઈએ અને ફરીથી કોઈ બિલ્ડરો દ્વારા આવા વેસ્ટને આ જગ્યા પર ના ફેંકવા માટે બોર્ડ લગાવી અને આકરા દંડની જોગવાઈ કરવાનો હુકમ કરવો જોઈએ.
આ વિસ્તારના નગરસેવકો દ્વારા પણ આવા વેસ્ટના નિકાલ માટે રજુઆતો કરી અને કાયમી નિકાલ થાય અને આ વિકસીત થઈ રહેલા વિસ્તારને સ્વચ્છ સુંદર રાખવા માટે જહેમત ઉઠાવવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial