Advertisement
Author: નોબત સમાચાર

ભોજન લેતી વેળાએ તબીયત બગડ્યા પછી નગરના પ્રૌઢનું સારવારમાં મૃત્યુ

મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલોઃ

જામનગર તા. ૧૮: જામનગરના બેડેશ્વરમાં વાલસુરા રોડ પર રહેતો એક પ્રૌઢ ગઈકાલે બપોરે ભોજન લેતા હતા ત્યારે તબીયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. જયારે મીઠાપુરમાં એક પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જામનગરના બેેડેશ્વર પાસે આવેલા વાલસુરા રોડ પર વસવાટ કરતા મોહનભાઈ રતીલાલ બાબરીયા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઈ કાલે બપોરે પોતાના ઘરે ભોજન કરતા હતા. ત્યારે અચાનક તબીયત બગડી જતા તેઓને પરિવારજનોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. પુુત્ર જતીનભાઈએ પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં ટાટા ટાઉનશીપમાં રહેતા જયેન્દ્રસિંહ હેમતસંગ વાઢેર (ઉ.વ.પ૭) નામના પ્રૌઢને સોમવારની રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું તેમના પત્ની હર્ષાબા વાઢેરે પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh