Advertisement
Author: નોબત સમાચાર

પત્ની પાસેથી પુત્ર લઈ આવતા પતિને બે સાળાએ ઢીકાપાટુથી ધોકાવી નાખ્યો

બીજા જિલ્લામાં બદલી કરાતા બ્રાંચ મેનેજરને માર પડ્યોઃ

જામનગર તા. ૧૮: જામનગરના એક યુવાન પર હાથઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરી ત્રણ શખ્સે છરી-ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. પિયરે ચાલ્યા ગયેલા પત્ની પાસેથી પુત્ર લઈ આવેલા યુવાને બે સાળાએ ધોકાવી નાખ્યો હતો. જ્યારે ખાનગી ફાયનાન્સ પેઢીમાં નોકરી કરતા એક કર્મચારીની બીજા જિલ્લામાં બદલી કરાતા તેણે બ્રાંચ મેનેજરને ગાળો ભાંડી માર માર્યાે હતો.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૧માં રહેતા ધવલ ચંદ્રકાંતભાઈ ચાંદ્રા નામના યુવાને અગાઉ પારસ હરીશભાઈ જોઈસર ઉર્ફે ડોન, દીપ મનોજભાઈ ચાંદ્રા, અક્ષય દીપકભાઈ નંદા પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા.

તે રકમની સોમવારે રાત્રે આઠેક વાગ્યે સુમેર કલબ રોડ પર રણજીતનગરવાળી ગલી પાસેથી પસાર થતાં ધવલ ચાંદ્રા પાસે ઉઘરાણી કરી ઉપરોક્ત ત્રણેય શખ્સે ઝઘડો કર્યાે હતો. અક્ષયે પગમાં છરી હુલાવી દીધી હતી અને પારસ તથા દીપે ધોકાથી માર માર્યાે હતો. સિટી એ ડિવિઝનમાં ધવલે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સનસિટી-ર સોસાયટીમાં ઈમરાનભાઈ અનવરભાઈ ખલીફાના પત્ની રેશ્માબેન થોડા સમયથી પુત્રને સાથે રાખી પિયર ચાલ્યા ગયા હતા. જ્યાંથી ઈમરાનભાઈ પુત્રને લઈ આવતા શનિવારે તેના સાળા અહેમદઅલી ફારૂક જુણેજા તથા મહંમદસફીક ફારૂક જુણેજાએ ઈમરાનભાઈના ઘેર આવી બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. અહેમદે કાનમાં સુયા જેવું કોઈ હથિયાર માર્યંુ હતું અને મહંમદસફીકે ઢીકાપાટુથી ઈજા પહોંચાડી હતી. બંને સાળા સામે ઈમરાને ફરિયાદ કરી છે.

જામનગરના હાપા વિસ્તારમાં રેલવે કોલોનીમાં રહેતા શિવરાજસિંહ ઝાલા જામનગરની શ્રીરામ ફાયનાન્સ ઓફિસમાં નોકરી કરતા હતા. તેઓની બદલી એકાદ વર્ષ પહેલાં બીજા જિલ્લામાં કરવામાં આવતા સ્વામી નારાયણનગર નજીક ડ્રીમ સિટીમાં રહેતા જામનગર બ્રાંચના મેનેજર ધનરાજ નવીનભાઈ સોઢા પર ખાર રાખી ગઈકાલે બપોરે પેઢીની ધનવંતરી મેદાન સામે આવેલી ઓફિસે જઈ શિવરાજસિંહે ગાળો ભાંડી ઢીકાપાટુ તથા કડાથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh