Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખૂલ્લા ઢાંકણાઓના કારણે જીવનું જોખમ
ખંભાળિયા તા. ૧૮: દ્વારકા જિલ્લાના મહત્ત્વના તાલુકા મથક કલ્યાણપુરમાં ભૂગર્ભ ગટરની વિષમ સમસ્યા ઉભી થતા જનાક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુજરાત રાજયમાં કરોડો નહીં પણ અબજોના ખર્ચે સમગ્ર રાજ્યમાં તમામ મોટા શહેરો તાલુકા મથકોમાં બનેલી ભૂગર્ભ ગટર યોજના જેમાં મોટાભાગે સમસ્યાઓ જ છે. તેમાં દ્વારકા જિલ્લાનું તાલુકા મથક કલ્યાણપુર પણ આવેલું છે !!
કલ્યાણપુર તાલુકાનું મથક છે જયાં શહેરમાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટર યોજના શરૂ થઈ પણ આ યોજના સંપૂર્ણ કાર્યરત ના હોય તથા તેમાં કઈ સાર સંભાળ કે જરૂરી સાફ પણ ના હોય કલ્યાણપુરમાં અનેક સ્થળે ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતાં પથ્થરોની આડશ મુકાય છે. તો ભૂગર્ભ ગટરમાં જતી ગંદકી, ગંદા પાણી માટે નિકાલની વ્યવસ્થા ના હોય ગમે ત્યારે ગટરોના ઢાંકણામાંથી પાણી ગંદુ નીકળવું સામાન્ય થતું હોય અનેક વખત ઉભરાતા ગંદા પાણીથી લોકો પરેશાન થાય છે. ત્યારે આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન કાયમી હલ થાય તથા ગંદા પાણીના નિકાલની ભૂગર્ભ ગટર વ્યવસ્થિત ચાલુ થાય તે માટે પણ લોકોની માંગ છે. તો ગંદુ ગંધાતા પાણીથી છલકતું તાલુકાનું મુખ્ય મથક કલ્યાણપુર આમ પણ રાજયનો પછાત તાલુકો જ છે તો હવે સુવિધાઓમાં પણ પછાત હોવાથી જનપ્રતિનિધિઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેવા લોકપ્રતિભાવો સંભળાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial