Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા સપ્તાહે લેન્ડ ગ્રેબિંગની કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૮: ખંભાળિયામાં સંતોષી માતાના મંદિર પાસે આવેલી રાજાશાહી વખતની જમીનના ખોટા દસ્તાવેજ ઉભા કરી તેના પર દબાણ કરાયાની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ જગ્યામાં થયેલુ દબાણ પોલીસે ગઈકાલે દૂર કર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સંતોષી માતાજી મંદિર પાસેના રસ્તા તથા સરકારી જમીન પર વિધર્મીઓ દ્વારા દબાણ કરી શીટ નં.૩૮, સિટી સર્વે નં.૪૮૩૩ વાળી જમીનના જામનગરના જામસાહેબના ૧૯૨૦ની સાલના લેખના આધારે ખોટો દસ્તાવેજ કરી મંદિર ફરતે મોટો વંડો વાળી શ્રદ્ધાળુઓને અડચણરૂપ થાય તેવી રીતે સરકારી જમીનમાં દબાણ કરાયું હતું.
તે અંંગે સંતોષી માતાજી મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. ફરિયાદમાં બે મૃતક સહિત પાંચના નામ આપવામાં આવ્યા હતા. પોલીસે બાકીના ત્રણ આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ત્યારપછી પોલીસે જે સ્થળે થાંભલા તથા વાયર બાંધી દબાણ કરાયું હતું તે જગ્યા ખૂલી કરાવવા શરૂ કરેલી તજવીજ વચ્ચે ગઈકાલે તે દબાણ હટાવી નાખ્યું છે. પોલીસની તપાસ દરમિયાન રાજાશાહીના વખતના કાગળ પરથી ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં સિટી સરવે કચેરીના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની આશંકા ઉભી થઈ છે. ત્યારે કલેક્ટર તંત્ર આ કૌભાંડમાં શું પગલાં ભરે છે તે વિષય હાલમાં ખંભાળિયામાં ચર્ચાના ચકડોળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial