Advertisement
Author: નોબત સમાચાર

નેત્ર-દંત તથા સર્વરોગ? નિદાન અને સારવાર કેમ્પ

તા. ૧૯-ડિસેમ્બર, ગુરૂવારના આયોજન

જામનગર તા. ૧૮: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને પ્રફુલભાઈ શેઠ (પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા-જામનગર)ના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. ૧૯-૧૨ ને ગુરૂવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને રહેવા જમવા, આવવા-જવા સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં ડો. હીરાબેન જોશી તથા દાંતના નિષ્ણાત ડોકટર રસેસ રોઝા અને ડોકટર નિરાલી દવે ઓઝા સેવા આપશે. જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા વિ.વિ. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh