Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી
ખંભાળિયા તા. ૧૮: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૨૫ નવેમ્બર (મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી દિવસ) થી તા.૧૦ ડિસેમ્બર(માનવાધિકાર દિવસ) સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતીગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષીને વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અધિકારી ડો.ચંદ્રેશકુમાર ભાંભીના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં એલ.એમ.પી.શાળામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાયબર સેફ્ટી અને મહિલા કલ્યાણકારી અને સુરક્ષાલક્ષી યોજનાઓ વિશેના આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે તેમજ મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓ જેવી કે મહિલા હેલ્પલાઇન ૧૮૧, સખી વન સ્ટોપ સેન્ટર, પોલિસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર વિશે તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ યોજનાકીય પેમ્પલેટ વિતરણ કરીને જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial