Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દંડ પણ કરતી કોર્ટઃ
જામનગર તા. ૧૮: ધ્રોલ પાસે આવેલા એક પેટ્રોલપંપ અંગે કરાયેલા દાવામાં કાયમી મનાઈહુકમની માગણી થઈ હતી. અદાલતે તેને રદ્દ કરી છે.
ધ્રોલ પાસે હિન્દુસ્તાન પેટ્રોલિયમના આઉટલેટ-મોક્ષ પેટ્રોલિયમ અંગે મુખત્યારનામા થી શરતોને આધીન વહીવટ કરવા વર્ષ ૨૦૨૨માં વાદી તથા પ્રતિવાદી વચ્ચે વ્યવહાર થયા પછી દર મહિને વાદીએ રૂ.૧૫ હજાર પ્રતિવાદીને ચૂકવવાના હતા.
તે રકમ ન ચૂકવાતા શરત ભંગ થયે પ્રતિવાદીએ એક તક આપી હતી અને વાદી-પ્રતિવાદી વચ્ચે નવંુ સમજૂતી લખાણ કરાયું હતું. જેમાં વાદીએ રૂ.૧૪ લાખ ચૂકવવાના અને પ્રતિવાદીએ પેટ્રોલપંપ વાદીના નામે કરવાની શરત હતી. તે શરતનું વાદી તરફથી ખંડન થતાં અદાલતમાં દાવો કરાયો હતો અને રૂ.૪ર લાખની રીકવરી અને કાયમી મનાઈ હુકમ મંગાયો હતો. અદાલતે પ્રતિવાદીની દલીલો ગ્રાહ્ય રાખી દાવો દંડ સાથે રદ્દ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ પી.એન. રાડીયા, બી.જે. રાજદેવ, અર્શ કાસમાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial